________________
૧૩
ધર્મ સંગ્રહ
નિર્ગથ એટલે વીતરાગ નહિ, પરંતુ વીતરાગ બનવાને સતત પ્રયત્નશીલ સાધુવર્ય. ગ્રન્થ એટલે ગાંઠ અથવા પરિગ્રહ “પરિગ્રહ’ શબ્દ મૂછના પર્યાય તરીકે વપરાય છે.
આત્મા અને તેના ગુણે સિવાય, જગતના કોઈ પણ પદાર્થ ઉપર, તેમજ મૂચ્છના અત્યંત કારણભૂત સ્વશરીર ઉપર પણ મમત્વ કે રાગભાવ ધારણ કરવો નહિ, તે નિર્ચથતાની ટોચ છે.
આત્મા અને તેના ગુણે ઉપરને રાગ એ મૂરછ કે મમત્વ સ્વરૂપ નથી, પરંતુ સ્વભાવન્મુખતારૂપ છે. તેથી તે દોષરૂપ નહિ પણ ગુણરૂપ છે.
નિર્ગથતા ઉપરની શ્રદ્ધા એ વીતરાગભાવ ઉપરની શ્રદ્ધાને જ એક ફણગે છે.
શ્રી વીતરાગ પરમાત્મા છેષરહિત છે, તે નિગ્રંથ આંશિક દોષ સહિત હેવા છતાં દેષરહિત થવાને પ્રયત્નશીલ છે.
દેષના અભાવમાં દોષરહિત બની રહેવું એ સહજ છે. દેષ વિદ્યમાન હોય ત્યારે દેષને આધીન ન થવું એ સહજ નથી, કિંતુ પરાક્રમસાધ્ય છે.
દેષ તરફ ઢળવાને બદલે ગુણ તરફ વળવાનું કાર્ય, ઊંચુ વીરત્વ માગી લે છે. બધા છો આવું વીરવ દાખવી શકતા નથી, પણ શ્રી વીતરાગનો ઉપાસક વીતરાગતાને રાગી તેમાં સફળ નીવડે છે.
દેના હુમલાની સામે અડગ રહેવું અને દેને મૂળમાંથી ઉખેડી નાખવા માટે સતત મથ્યા રહેવું, એ જેનું સાધ્ય છે, તે નિર્ચથતા વીતરાગતાની સગી બહેન છે.
એ નિર્ગસ્થતાને વરેલા મહાપુરુષ પ્રત્યે શ્રદ્ધા Respect for the spiritual heroes વીતરાગતાની ભક્તિનું જ એક પ્રતીક છે.
શ્રી વીતરાગ પરમાત્મા ઉપરને ભક્તિભાવ-એ જેમ દેને દાહક અને ગુણેને ઉત્તેજક છે, તેમ નિર્ચન્થ ઉપરને ભક્તિભાવ પણ દેષદાહક અને ગુણેત્તેજક છે. શ્રત-ચારિત્રધમ
શ્રી જૈન શાસનમાં શ્રદ્ધેય તરીકે પહેલે નંબર શ્રી વીતરાગ પરમાત્માને અને બીજો નંબર નિગ્રંથ મહાત્માને છે, તેમ ત્રીજો નંબર શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવેલા અને નિર્મથે પાળેલા મૃતધર્મ અને ચારિત્રધર્મને આવે છે.
શ્રતધર્મની શ્રદ્ધા એટલે શ્રી વીતરાગ પરમાત્માના વચનરૂપ શાસે બતાવેલા પદાર્થો અને તો ઉપરને વિશ્વાસ. “જીવાદિ દ્રવ્યો અને મેક્ષાદિ તત્ત્વનું નિરૂપણ આ. ૨૫