________________
૨૦૬
આત્મ-ઉત્થાનને પાયે
આ ધમ ચાર પ્રકાર છે,દાન, શીલ, તપ અને ભાવ. તેમાં પ્રથમ દાનધમને પ્રભાવ વર્ણવતાં શાકાર ભગવંતે ફરમાવે છે કે
धर्मस्यादिपदं दानं, दानं दारिननाशनम् ।
जनप्रियकरं दानं, दानं कीर्त्यादिवर्धनम् ॥ અર્થ - ધર્મનું પ્રથમ પાન દાન છે. દાન દરિદ્રતાને નાશ કરે છે. દાન સૌ કેઈને પ્રિયકર છે. દાન, કીર્તિ, આરોગ્ય આદિને વધારનારું છે.
એક માત્ર ધનના અભાવને જ આગળ કરીને “હું દુખી છું,” એમ વિચારવું કે બે લવું, તે નરી જડતા છે અજ્ઞાન અને મેહને જ એ ઓડકાર છે. અજ્ઞાની જ આમ વિદ્યારી કે બેલી શકે.
ધન, આત્માનું તેમજ માનવ-પ્રાણીઓને ભલું જ કરે એ નિયમ નથી. ધનથી સુખ અને શાન્તિ મળે એ પણ નિયમ નથી, ધન આપી-આપીને શું આપી શકે ? એને વિચાર કરવામાં આવે અને ધર્મ આપી-આપીને કેટલું બધું આપી શકે? એને વિચાર કરવામાં આવે, તે માનવીને ધનની કમજોરી અને ધર્મનું સામર્થ્ય જરૂર સમજાઈ જાય. ધન એ જ જે જગતનું સાર સર્વસ્વ હેત તે ધર્મ ધુરંધર મહાત્માઓના ચરણોમાં મેટામાં મોટા ધનપતિઓથી માંડીને ચક્રવર્તીઓએ પિતાનાં મસ્તક ન જ ઝુકાવ્યા હતા.
એથી એમ સાબિત થાય છે કે ધર્મ જ સાચું ધન છે. બાકીનાં બધા ધન તેની પાછળ ખેંચાઈને આવે છે. ધન કાજે ધર્મ છે તે એક પ્રકારનું આત્મઘાતી પગલું છે. અને ધનના ભેગે પણ ધર્મને મજબૂત રીતે વળગી રહેવું એ જ શાશ્વત સુખ લીમી પામવાને સારો ઉપાય છે.
.
ધાર્મિક શિક્ષણનો હેતુ
छिन्नमुलो यथा वृक्षः गतशिर्षों यथा भटः ।
धर्महीनो धनी तद्वत कियतकालं ललिष्यति ।। અર્થ -રાયેલા મૂળવાળું વૃક્ષ કે કપાયેલા મસ્તકવાળો સુભટ જેમ વધુ કાળ ટકી શકતા નથી, તેમ ધર્મહીનના ધન, બળ, સુખ કે આરોગ્ય અધિક સમય ટકી શકતાં નથી.
સુખનું મૂળ ધન છે, આરોગ્ય છે, દીર્ધાયુષ્ય છે, એ સહુ વ્યવહાર સમજી શકે છે પણ ધન, આરોગ્ય કે આયુષ્યનું મૂળ શું છે? તે કેઈ વિરલ મનુષ્ય જ જાણે