________________
ધામિક શિક્ષણનો હેતુ છે. ઉપરને લોક તેના ઉપર પૂર્ણ પ્રકાશ પાડતાં જણાવે છે કે ધમહીનના ધન, બળ, સુખ કે આરોગ્ય અધિક સમય ટકી શકતાં નથી.
ધર્મ એ ધન, આરોગ્ય કે દીર્ધાયુષ્યનું જ મૂળ છે એવું નથી, પણ સ્વર્ગ તેમજ અપવર્ગ (મોક્ષ)ના સુખનું મૂળ પણ તે જ છે. ધર્મ વિના જ સુખી થઈ શકાશે કે સદ્દગતિ મેળવી શકાશે, એમ માનવું એ જ મોટું અજ્ઞાન છે.
ધર્મના પાયા ઉપર જ આખું વિશ્વ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. એવું જ્ઞાની પુરુષનું દઢ મંતવ્ય અને પ્રરૂપણ છે. તેથી તે ધર્મને તેઓ માત્ર જાણવાનું કે માનવાને વિષય રાખતા નથી, કિન્ત આચરવાને વિષય માને છે.
ધર્મ એ સુખ-શાંતિનું મૂળ છે,” એમ જ્યારે કહેવાય છે, ત્યારે તે જાણે કે માનેલે જ ધર્મ નહિ. પણ આચરેલે જ ધર્મ સમજવાનું છે. ધાર્મિક શિક્ષણ
ધાર્મિક શિક્ષણને યથાર્થ વિકાસ જોઈ હશે, તે ધર્મ એ આચરવાની વસ્તુ છે, કેવળ ભણવાની જ નહિ, એ જાતને નિર્ણય સર્વ પ્રથમ કો પડશે.
આપણી પાઠશાળાઓમાં ક્રિયાના સૂરોની પ્રથમ પસંદગી કરવામાં આવે છે, તેની પાછળ મેટું રહસ્ય છે.
એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે, Education is the harmonious development of all our faculties.' શિક્ષણ એટલે આ પણ તમામ આવડતને સુસંવાદપૂર્ણ વિકાસ. બીજા એક વિચારશીલ લેખકે કહ્યું છે કે, * The aim of education is not knowledge but action.' શિક્ષણનું દયેય માત્ર જાણકારી મેળવવી તે નહિ, પણ જ્ઞાનને ક્રિયામાં ઉતારવું તે છે.
કેળવણીને ઉદ્દેશ માત્ર જ્ઞાન નથી, કિન્તુ ક્રિયા છે. સાચી કેળવણી તે છે કે જે વડે આપણી બધી શક્તિઓને એકસરખે વિકાસ થાય.
ધાર્મિક કેળવણીને હેતુ પણ તે જ છે. ધર્મનું શિક્ષણ કેવળ શિક્ષણ ખાતર, ધર્મની માહિતી (Information) મેળવવા ખાતર ન લેવું જોઈએ, પણ ધર્મ વડે આપણા જીવનને કેળવવા માટે લેવું જોઈએ.
ધર્મ વડે આપણું સમગ્ર જીવનને ઉરચ રૂપાંતર આપવા માટે ધર્મક્રિયા અને એ માટે રચાયેલા ખાસ સૂત્રોના અધ્યયનની પ્રથમ જરૂર છે.