________________
સાચું જ્ઞાન અને સંયમ
૨૧૯ મનુષ્યનું જીવન તેની સ્વાભાવિક બની ગયેલી વૃત્તિઓથી દેવાય છે. મનુષ્યમાં ઊંડેઊંડે રહેલી આ વૃત્તિઓ મનની સપાટી ઉપર આવતાં કામનાઓનું રૂપ લે છે. તેના આવેગમાં ખેંચાઈને મનુષ્ય તથા-પ્રકારની પ્રવૃત્તિઓમાં પડે છે.
આવૃત્તિઓનું ચોગ્ય રીતે સંચાલન કરવામાં ન આવે, તે તે જીવનને હાનિકારક નીવડે છે. એગ્ય સંચાલન માત્ર જ્ઞાનથી જ થઈ શકે છે. તેથી જ્ઞાન એ નૈતિક જીવનની આંખેના સ્થાને છે. ચારિત્ર ઘડવામાં કે નીતિના માર્ગે ચાલવામાં જ્ઞાનરૂપી ચક્ષુની અને બુદ્ધિરૂપી પ્રકાશની ખૂબ જ જરૂર પડે છે. આ જ્ઞાન, માત્ર શાબ્દિક કે પોપટિયું હોય તે નકામા જેવું છે.
પ્રચલિત માન્યતાઓને સ્વીકારી લઈ લકે જ્ઞાનની ડાહી–ડાહી વાત કરે છે, પરંતુ તેને પૂરો અર્થ સમજતા નથી હતા, તે મર્મ તે કયાંથી સમજે? એટલે આવેગે ઊભા થતાં તેમનું તે જ્ઞાન જોવાઈ જાય છે. અને તેમનું આચરણ ઢંગધડા વગરનું બની રહે છે. તેઓ બોલતા તેમજ માનતા હોય છે કે-ઇશ્વર સર્વદર્શી છે, છતાં પાપ કરતાં પાછું વળીને જોતાં નથી. ઈશ્વરના દેખતાં પાપ શી રીતે થઈ શકે? એ પ્રશ્ન તેમને ભાગ્યે જ સ્પર્શતે હોય છે. શાનની મહત્તા
મતલબ કે જ્ઞાન કેવળ ખાલી તેમજ સંકુચિત હોય ત્યાં સુધી તેને સ્વ તેમજ પરના હિતમાં ખાસ ઉપયોગ થઈ શકતું નથી.
જ્ઞાનનું સ્વરૂપ, “પ્રતીતિ’ જેવું હોવું જોઈએ. પ્રતીતિ એટલે અનુભવમાં આવેલું, ખાત્રી બદ્ધ જ્ઞાન ! કે જેમાં કેવળ ઉપરચેટિયે ખ્યાલ ન હોય, પણ અંતઃકરણની અનુભૂતિ હેય.
પ્રતીતિયુક્ત જ્ઞાનમાં જ ચારિત્રનું સાચું દર્શન રહેલું છે. અનુભવ ઉપરાંત તેમાં વાસ્તવિક્તાનું અને આવશ્યક્તાનું દબાણ પણ રહેલું હોવું જોઈએ.
સિનેમાના દરમાં વાઘ દેખાતાં કેઈ નાસભાગ કરતું નથી. કારણ કે તેમાં વાઘની પ્રતીતિ છતાં તરાપ મારવાની વાસ્તવિકતા નથી. અને તેથી નાસભાગ કરવાની આવશ્યક્તાનું દબાણ નથી. અહિ કેવળ પ્રતીતિ પરિણામહીન પ્રસંગ બની જાય છે.
આવેગેનું તોફાન જાગે છે, ત્યારે પ્રતીતિનું સુકાન હાથમાંથી સરી જાય છે, બુદ્ધિનો પ્રકાશ અને સ્મૃતિની ચમક ઝાંખી પડે છે, ઘણી વાર તે ઢંકાઈ પણ જાય છે. આપણે તોફાનને સામનો કરી શકતા નથી અને તોફાન શમી જતાં વિષાદમાં ડૂબી જઈએ છીએ. પ્રતીતિ હેવા છતાં માનસિક-નિર્બળતાને લીધે આપણે પડી ભાંગીએ છીએ.