________________
૨૨૪
આત્મ-ઉત્થાનને પાયે કાર્ય કરવાથી જ જ્ઞાન મેળવવાની ચોગ્યતા અને જરુરીઆત વધે છે. જિજ્ઞાસા વિના જ્ઞાન થતું નથી અને કર્મ કર્યા વિના સાચી જિજ્ઞાસા જાગતી નથી.
જિજ્ઞાસુ બનવા માટે ક્રિયા અનિવાર્ય છે. ક્રિયા કરતાં-કરતાં જ્ઞાન પ્રાપ્તિ માટેની યેગ્યતા અને શક્તિને વિકાસ થાય છે. અને વધેલું જ્ઞાન પણ શુભાનુકાનનું ઘડતર કરવા માટે ઉપયોગી નીવડે છે.
પ્રકાશ ઝીલ અને વિકસવું તથા વિકસીને વધારે પ્રકાશ ઝીલવો એ જ જીવનના આ વૃક્ષને ધર્મ છે.
ભૂતળમાં રહેલું જળ તેમજ ભાણામાં રહેલું અન્ન, ત્યાનું ત્યાં જ રહે, તે ન માનવ-પ્રાણીઓની તૃષા છીપે કે ન સુધા સંતોષાય! પાણીને બહાર લાવવા માટે જમીન દવાની ક્રિયા કરવી પડે. અને વાપરવા માટે કેળિયા મેંમાં મૂકીને બરાબર ચાવવા પડે.
આત્મામાં રહેલ અપાર-જ્ઞાનને પામવા માટે પણ તે જ રીતે, સતતપણે સત્વક્રિયાશીલ રહેવું પડે. ઉચિત ક્રિયાની ઉપેક્ષા, જીવને અધિક અજ્ઞાન વડે આવૃત્તિ કરનારી નીવડે છે. એટલે જ્ઞાની ભગવંતના સદુપદેશ મુજબની ક્રિયા દ્વારા આત્માના અમાપ-પ્રકાશને પામવા માટે માણસે પ્રત્યેક પળે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
જ્ઞાનીનું સ્વરૂપ રાની પુરુષ નિશનિ આત્માના ઉપયોગમાં રહે, તેમની વાણી અનુભવમાં આવે તેવી હેય. જ્ઞાની પુરુષ અયાચ હેય. જ્ઞાની પતે સંપૂર્ણ સ્વતંત્ર હોય. જ્યાં સુધી ભૂલ હોય, ત્યાં સુધી માથે ભગવાન હય. સર્વભૂલ રહિત હય, તે સ્વયં ભગવાન બને.
જ્ઞાનીનું એકેય કર્મ બંધનકર્તા ન હેય. જ્ઞાનીનું કર્મ મુક્તિદાયક જ નીવડે. પિતે મુક્ત હય, બીજાને મુક્ત કરે. જ્ઞાની નિગ્રંથ હોય. તેની સર્વ થિએ છેદાઈ ગઈ હોય.
જ્ઞાનમાં ત્રણ ગુણ હોય Gompressible, (૨બરજેવા) Flaxible વાળે તેમ વળે, પણ તુટે નહિ. Tensible ગમે તેટલું Tention ઝીલી શકે. જ્ઞાની ગુરુત્તમ હોય, ગુથ્થી પણ ગુરુ તે ગુરુત્તમ તેમ જ્ઞાની લઘુતમ પણ હોય. લઘુતમ એટલે લઘુથી પણ લઘુ. આત્માને એક ગુણ, અગુરુલઘુ છે, તે જ્ઞાનીમાં હાય.
જ્ઞાની આત હોય. આપ્ત એટલે બધી રીતે વિશ્વાસ કરવા લાયક. મોક્ષ પ્રાપ્તિ માટે ઠેઠ સુધી વિશ્વાસ કરવા લાયક હોય તે આપ્ત કહેવાય. જ્ઞાની પારસમણિ જેવા હોય, અંતર રાખ્યા વિના જે તેને સ્પર્શ કરે, તે સુવર્ણ જેવા બની જાય.