________________
શ્રદ્ધા અને સંવેગ
૨૨૭
પરના સતત ઉપકારના ત્રણના ભારથી શરમ અનુભવનારને મોક્ષની તીવ્ર આકાંક્ષા પેદા થયા સિવાય રહેતી નથી. એટલે તે આત્મા અનુપમ ઉત્સાહ, ઉમંગથી કર્મ મુક્તિદાયક ધર્મની આરાધનામાં કત્તચિત્ત બનીને નખશિખ જીવંતતા અપનાવે છે.
ભવ વિરહ' વર માગનાર પ. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલ “સંસારદાવા” સૂત્રને સતતુ અભ્યાસ-ઉક્ત બંને ગુણોની પ્રાપ્તિમાં અમાપ સહાય કરે છે.
શ્રદ્ધા અને સંવેગ શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કારને પ્રભાવ આજે છે કે નહિ?
આ પ્રશ્નનો ઉત્તર આપ જરા કઠિન છે. શાસ્ત્રમાં શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કારને મહિમા ઘણો માટે વર્ણવ્યો છે. એને સર્વ મંત્રરત્નનું ઉત્પત્તિ સ્થાન કર્યું છે. એને સર્વ શાસ્ત્રના પ્રારંભમાં ઉચ્ચારણ કરવાનું ફરમાન કર્યું છે. એના એક એક અક્ષરના ઉચ્ચારણમાં અનંત કર્મો અને તેના રસને ઘાત થાય છે, એમ ફરમાવ્યું છે.
સર્વ કાળના અને સર્વ ક્ષેત્રના સર્વ મહર્ષિઓને પ્રમાણરૂપ હોવાથી એ (શ્રી નવકાર) મહામંગલ સ્વરૂપ છે. એમ જોરશોરથી પ્રતિપાદન કર્યું છે.
શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કૃતિને આ લેક અને પરલોકમાં અનેક પ્રકારના વાંછિતે પૂરા પાડનાર તરીકે વર્ણવેલ છે. અર્થને આપનાર પણ તે જ છે, કામને આપનાર પણ તે જ છે અને આરોગ્યને આપનાર પણ તે જ છે. અભિરતિ અને આનંદને આપનાર પણ એને જ માનેલ છે.
પરલોકમાં સિદ્ધિગમન, દેવકગમન, શુભકુળમાં આગમન અથવા બધિલાભનું કારણ પણ એને જ (શ્રી નવકારને જ) કહેલ છે. | સર્વ સુખને પ્રયોજક અને સર્વ દુઃખને ઘાતક પણ શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર છે. એમ તે તે સ્થળોએ સ્પષ્ટ શબ્દમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે. તે પછી આજે એના કરતાં વિપરીત કેમ? એ પ્રશ્ન સહેજે ઉત્પન્ન થાય છે.
એને ઉત્તર પણ શ્રી હરિભદ્રસૂરિજી આદિ સૂરિપંગોએ સ્પષ્ટ શબ્દોમાં આપેલો છે. યોગબિન્દુ' નામના ગ્રન્થરનમાં તેઓ શ્રી ફ૨માવે છે કે
“અક્ષર મધ્યેતર જૂચમાં વિધાનતા गीत पापक्षयायोच्चैः योगसिद्धैर्महात्मभिः ॥'