________________
૨૨૨
આત્મ-ઉત્થાનને પાયે તમેવ સર્વ નિ = ળિ િવષે તેજ સાચું અને શંકા વિનાનું છે, કે જે જિનેએ કહ્યું છે-આવી શ્રદ્ધાને ધર્મ જીવનને પાયે માનવાથી વિવેક, પરીક્ષા કે કસટી-આ બધું ઉડી જતું નથી. ખરી વાત તે એ છે કે-વિવેક અને પરીક્ષા વિના ખરી શ્રદ્ધા સંભવતી નથી. શ્રદ્ધા, માણસમાં ધૈર્ય, સાહસ અને બળ પ્રગટાવે છે.
વસ્તુ માત્રની પરીક્ષા કરે ! અને જે સાચું સુવર્ણ સિદ્ધ થાય, તેને ગ્રહણ કરે.
વારસામાં મળેલી શ્રદ્ધા એ અમૂલ્ય ધન છે. એમ માનીને તેને ચિંતન, મનન, અભ્યાસ તેમજ પરીક્ષા વડે સ્થિર અને સંગીન બનાવે. તેમ નહિ થાય તે, નાણું પાસે હોવા છતાં ભીડ વખતે કામ નહિ લાગે.
આત્મ સ્વરૂપ વિષે જેને પાકી શ્રદ્ધા છે, તેને ત્રણ ભુવનનું રાજ્ય મળે તે પણ એ એમ માને કે-એ રાજ્ય મારૂં નથી, કર્મભનિત છે. તેથી લાભ-હાનિ પ્રસંગે, તે તીવ્ર હર્ષ-શોક નહિ કરે, ઐશ્વર્ય કે આફત વચ્ચે પણ તે સમતોલ રહી શકશે. હારછત કે નિંદા-પ્રશંસા તેને નિરાશ કે નિરુત્સાહ નહિ કરી શકે. માટે જ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવ ભલે સંસારમાં રહે, પણ સંસારથી લેપ નથી ! આ શ્રદ્ધાનું જ બળ છે.
હું નિશ્ચયથી આત્મ સ્વરૂપ છું-આવી અખંડ શ્રદ્ધાવાળાને સર્વ કેઈ પિતાના આત્માના જ અંશ દેખાવા લાગે છે. અર્થાત્ પિતાના આત્માના સ્વરૂપ જેવું જ, બીજાના આત્માનું સ્વરૂપ તેને ભાસે છે. તેથી તેના દિલના દરિયામાં વિશ્વમૈત્રીનાં મોજાઓ ઉછળવા લાગે છે અને તેને આચારમાં મૈથ્યાદિ ભાવનાઓ સ્પષ્ટપણે વર્તાવા માંડે છે. આત્મ સ્વરૂપની સાચી શ્રદ્ધાનું આ ફળ છે.
જેમ આત્માની. તેમ કર્મની, આત્મા સાથે કર્મના સંબંધની, તે સંબંધના હેતુઓ વિગેરેની શ્રદ્ધા શામ વચનથી, બુદ્ધિની સૂમ વિચારણાથી અને અનુભવથી દઢ થતી જાય છે. તેમ-તેમ જીવન, સંપત્તિ સમયે કુસુમથી પણ કોમળ અને વિપત્તિ સમયે વાથી પણ કઠોર બની જાય છે. શ્રદ્ધાનું જ આ બળ અને ફળ છે.
સુવાસ વગરના ફૂલ જેવો છે-શ્રદ્ધા વગરને આચાર! વિચારમાં દૈવત પણ શ્રદ્ધા જ સ્થાપે છે. વિચારને આચાર સાથે જોડનારા સુદઢ પુલનું કામ પણ શ્રદ્ધા જ કરે છે. સુવિચારને સદાચારમાં ઢાળનારી શ્રદ્ધા સહુની આંખ બને !
નિર્જરાલક્ષી ધર્મ, મોક્ષમાં પરિણમે છે. પુણ્યલક્ષી ધર્મ, સંસારમાં વિવિધ પ્રકારનાં સુખને અનુભવ કરાવે છે. એ સુખ પર દ્રવ્યની ઉપાધિથી થનારાં હેવાથી, આદિ અને અંતવાળા છે, અર્થાત્ વિનાશી છે. પરદ્રવ્યની ઉપાધિ વિના, કેવળ આત્મામાંથી ઉપજનારાં આધ્યાત્મિક સુખ છે. તેની આદિ છે, પણ અંત નથી.