________________
આત્મ-ઉત્થાનના પાયા
જયાં સુધી એ વિરુદ્ધ પ્રકારની રુચિ રહેવાની, ત્યાં સુધી એ વિરોધ પણ કાયમ રહેવાના એ વિરાધને જેએક ટાળવા ઇચ્છતા હાય તેઓએ રુચિના ભેદ ટાળવાની પ્રથમ આવશ્યક્તા છે. રુચિના ભેદ ટાળવામાં પણ સમ્યશ્રદ્ધા પાયાના ભાગ ભજવે છે. જ્યારે શ્રદ્ધારહિત જ્ઞાન તેમાં અંતર વધારનારુ' નીવડે છે.
૨૧૮
સ્વાર્થ માટે નહિ, પણ ઉત્તમ આચાર, ઉત્તમ વિચાર અને ઉત્તમ વ્યવહાર માટે પણ રુચિની ભિન્નતા અનુસાર જાતિ આદિના સ્થૂલ ભેદ પણ આવશ્યક છે. એ ભેદને નિર્મૂળ કરવાની વૃત્તિ તેઓમાં જ જન્મે, કે જેએ ઇરાદાપૂર્વક અગર તેા અજ્ઞાનથી પણ ઉત્તમતા અને અધમતાના ભેદ ટાળી નાખવા માંગતા હાય.
સર્વ જગતને ઉત્તમ બનાવી દેવાની ભાવના એ અવશ્ય કરણીય હાવા છતાં પણુ, જ્યાં સુધી સકળ જગત ઉત્તમ મન્યુ' નથી, ત્યાં સુધી સઘળા પ્રકારના ઉત્તમ વ્યવહારોના વિલાપ કરવા તૈયાર થવું એ મૂખતા છે.
સ્વાર્થ માટે જાતિ–પાંતિના ભેદ નભાવી રહ્યા હોય, તેવા પણ આ જગતમાં ન જ હાય એમ નહિ, પણ તેવાઓના કારણે ઉત્તમ આચાર-વિચારાની રક્ષા માટે જરૂરી ભેદના પણ નાશ કરી નાંખવા. એ ચારના પાપે શાહુકારને જ નાશ કરવા જેવું ઉતાવળીયું અને અટિત પગલુ છે.
તાત્પ કે સમ્યક્ શ્રદ્ધા એ આંધળાની લાકડી કરતાંય અધિક ઉપકારક છે. બુદ્ધિને શ્રદ્ધાના પગ કહીએ તેા શ્રદ્ધા એ બુદ્ધિની આંખ છે. એ રીતે જોતાં-વિચારતાં પણ યથા શ્રદ્ધાનું જીવનના સ`દેશીય ઘડતરમાં આગવું સ્થાન છે જ.
બાળક માતાને બુદ્ધિ વડે નહિ, પરંતુ શ્રદ્ધા વડે સમર્પિત થાય છે. તે રીતે આપણે પણ શ્રદ્ધાપૂર્વક દેવ-ગુરુને સમર્પિત બનીને આત્મકલ્યાણનાં પંથે આગળ વધીએ. E
સાચુ' જ્ઞાન અને સચમ
મહાભારતમાં યુધિષ્ઠિર જેવા પુણ્યવાનને પણ કહેવુ' પડયુ છે કે
जानामि धर्म न च मे प्रवृत्तिः ।
जानाम्यधर्म न च मे निवृत्तिः ॥
હુ' ધર્મને જાણું છું, છતાં તે પ્રમાણે વતી શક્તા નથી. હું અધર્મીને જાણુ. છું, છતાં તેનાથી છૂટી શકતા નથી.
અહી' પ્રશ્ન એ ઉઠે છે કે જ્ઞાન શા માટે આચરણમાં મૂકી શકાતું નથી ? નાતક જીવનની આ મોટામાં માટી ગૂચ છે અને તેને ઉકેલ્યા વિના આરેા નથી.