________________
આત્મ-ઉત્થાનને પાયા
૨૧૬
અથવા નિશ્ચય નયની દષ્ટિએ જ્ઞાન અને શ્રદ્ધા ઉભયની ઉત્પત્તિ એક જ કાળે થાય છે, તેથી તે બેમાં કાર્ય-કારણભાવ નથી, એમ માનવામાં પણ કોઈ હરક્ત નથી.
જ્ઞાન અને શ્રદ્ધાને પરસ્પરને કાર્ય-કારણભાવ માનવામાં આવે છે, તે કેવળ વ્યવહારનયની દષ્ટિથી અને માર્ગની પ્રાપ્તિ, ટકાવ અને વૃદિધ માટેનાં સાધનેમાં એ પણ એક મુખ્ય સાધન હવાથી મનાય છે. આમ વ્યવહારની દષ્ટિને પણ મુખ્ય માન્યા સિવાય ચાલી શકે તેમ નથી.
આ રીતે જોતાં-વિચારતાં શ્રદ્ધા એ જ જ્ઞાનને એક પરમ ઉપાય હોવાથી, એ શ્રદ્ધા વિપરીત ન બની જાય, કિન્તુ સમ્યક્ બની રહે એ માટે જેટલો પ્રયત્ન કરવામાં આવે તેટલે ઓછે છે.
જ્ઞાનને સુધારનાર જેમ શ્રદ્ધા છે, તેમ બગાડનાર પણ શ્રદ્ધા છે. કેવળ (માત્ર) જ્ઞાનથી ફુલાઈ જવાનું નથી. વિશાળમાં વિશાળ જ્ઞાન પણ વિપરીત શ્રદ્ધાથી યુક્ત હોય, તે તે જ્ઞાન તારનારું થઈ શકતું નથી, કિન્તુ ડૂબાડનારું જ થાય છે.
ઝેરને એક કણ જેમ દૂધથી ભરેલા વાસણને ઝેરસ્વરૂપ બનાવી દે છે. તેમ વિપરીત શ્રદ્ધાથી યુક્ત આત્માના સેંકડો ગ્રંથનું અધ્યયન પણ ઝેરસ્વરૂપ બની જાય છે.
તલવાર એ શત્રુની ઘાત કરનારી હોવા છતાં તેને ઉપગ નહિ કરી જાણનાર બાળકના કે ઉન્મત્તના હાથમાં મુકાય, તે તે તેને પિતાને જ ઘાત કરનારી થાય છે. તેમ જ્ઞાન એ ઉત્તમ અને તારક હોવા છતાં પણ વિપરીત તોની શ્રદ્ધાથી જે તે ઓતપ્રત થયેલું હોય, તો તે તેના માલિકને ઉત્તમ બનાવવાના બદલે અધમ જ બનાવે છે. અગર ઊંચે ચઢાવવાના બદલે નીચે જ પાડે છે, એટલા માટે ઉન્નતિનું પગથિયું એ જ્ઞાન નથી પણ શ્રદ્ધા છે. એ વાત વધારે દઢ થાય છે.
જ્ઞાનના મદમાં આવી જઈ, જેઓએ પિતાની શ્રદ્ધાને સુધારવાનો પ્રયત્ન છેડી દીધો. તેઓ જ્ઞાની તે બન્યા, પણ પોતાની સ્થિતિ કે ગતિને સુધારી શક્યા નહિ. આત્માની ગતિ અને સ્થિતિ–ઉભયને સુધારવા માટે એકલું જ્ઞાન કદી ફળદાયક થઈ શકતું નથી કિન્તુ યથાર્થ શ્રદ્ધાયુક્ત જ્ઞાન જ એક કાર્યસાધક બને છે અને શ્રદ્ધાની પ્રાપ્તિ એ સૌથી દુષ્કર છે. જ્ઞાનની પ્રાપ્તિ દુન્યવી લેભથી પણ થઈ શકે છે, જ્યારે દુન્યવી લભ એ સમ્યક્ શ્રદ્ધાની પ્રાપ્તિમાં કામ આવી શક્તા નથી, ઉલ્ટ અંતરાયરૂપ થઈ પડે છે.
સાડા નવ પૂર્વના જ્ઞાની પણ અશ્રધાળુ રહી ગયા અને અ૫ જ્ઞાનને ધરનારા પણ શ્રદ્ધાળુ આત્માઓ ઉભય લેક સાધી ગયા.