________________
આત્મ-ઉત્થાનના પાયે
બુદ્ધિને નાશ પામતાં, હણાઈ કે તણાઈ જતાં ખચાવી લેવાની જેટલી ફરજ છે, તેટલી જ તેને વિકસિત કરવાની પણ ફરજ થઈ પડે છે.
આ ફરજને પાળવાથી માનવ સમાજની સેવા થઈ શકે છે. ન પાળવાથી સેવાને બદલે કુસેવા થાય છે.
બુદ્ધિને હણાઈ જતી અટકાવવી તેમજ સુવિકસિત કરવી એ જ એક માનવસમાજની સેવા કરવાનું પરમ લક્ષ્ય હાવું જોઈએ. એ લક્ષ્યને સ્થિર કર્યો સિવાય સેવા માટે કરવામાં આવેલા સઘળા પ્રયત્ન કાં તો નિષ્ફળ બને છે, કાં તે કુસેવામાં પરિણમે છે.
૨૧૪
માનવ
સેવાના પ્રયત્ન નિષ્ફળ ન નીવડે કે કુસેવામાં ન પરિણમે. એ ખાતર સમુદાયની બુદ્ધિને નુકસાન કરનાર તત્ત્વાનુ જ્ઞાન સૌથી પ્રથમ મેળવી લેવું જોઈ એએ આપેાઆપ જ સાખીત થઈ જાય છે.
બુદ્ધિ એ આત્માના ગુણ છે. આત્માના સર્વ ગુણામાં તે ગુણ પ્રધાન છે. જેમ બીજી પ્રધાન અને શ્રેષ્ઠ વસ્તુઓ માટે બને છે, તેમ આત્માના પ્રધાન જ્ઞાન ગુણને પણ હાનિ પહેાંચાડનારાં તત્ત્વા આ જગતમાં અસ્તિત્ત્વ ધાવે છે એ સર્વ તત્ત્વામાં પ્રધાન હાનિકારક તત્ત્વ વિપરીત-શ્રદ્ધા છે.
જ્ઞાન–બુદ્ધિની મહાનતા
વસ્તુ જેમ અમૂલ્ય, તેમ તેની રક્ષા કરવી પણ મુશ્કેલ. અમૂલ્ય વસ્તુને લૂંટાઈ જતી અટકાવવા માટે જો પુરેપુરી સાવધાની રાખવામાં ન આવે, તા તે સચવાઇ વસ્તુ રહેવી મુશ્કેલ છે, તેમ જ્ઞાન તથા બુદ્ધિ જેવી અમૂલ્ય આત્મવસ્તુને લૂંટાઈ જતી અટકાવવા માટે પણ આત્માએ અત્યંત સાવધ બનવાની આવશ્યક્તા રહે જ છે.
વિપરીત શ્રદ્ધા એ આત્માના જ્ઞાનગુણને હણી નાંખનાર છે, અને સભ્યશ્રદ્ધા એ આત્માના જ્ઞાન ગુણુને વિકસિત બનાવનાર છે, એ એક સિદ્ધાન્ત છે.
જો કે જ્ઞાન અને શ્રદ્ધા એ ખંને આત્મગુણા હેાવાથી, તે બંનેને એકમેકથી જુદા પાડી સમજવા જરા મુશ્કેલ છે, તે પણ જેઓએ પેાતાના જ્ઞાનગુણને સુરક્ષિત અને નવપદ્ધવિત બનાવવા હશે, તેઓને એ ખ'નેના ભેદ સમજ્યા સિવાય ચાલે તેમ નથી.
જ્ઞાનની હિમાયત કરનાર આત્મા જ્યારે શ્રદ્ધાની વાત તરફ બેદરકાર બને છે, ત્યારે તેની તે હિમાયત કેટલી પાકળ છે તે આાઆપ જણાઈ આવે છે!
જ્ઞાનને સમ્યગ્ બનાવનાર શ્રદ્ધા છે અને શ્રદ્ધાને સમ્યગ્ બનાવનાર જ્ઞાન છે. સમ્યગ્જ્ઞાન અને સમ્યક્શ્રદ્ધા ઉભયની ઉત્પત્તિ પણ સાથે જ થાય છે ત્યારે સમ્યજ્ઞાનના જેને ખપ છે, તેને સભ્યશ્રદ્ધા પ્રત્યે બેદરઢારી બતાવવી પાલવી શકે તેમ નથી.