________________
શ્રદ્ધા અને જ્ઞાન
શ્રદ્ધા અને જ્ઞાન માનવજાતિ એ સવ જાતિઓમાં પ્રધાન જાતિ છે. કારણ કે તે સૌથી અધિક બુદ્ધિમાન પ્રાણીઓના સમુદાયથી બનેલી જાતિ છે, માનવજાતિ એટલે બુદ્ધિમાન પ્રાણીઓને સમુદાય!
માનવ સમુદાયમાં પણ કાળભેદે બુદ્ધિના તારતમ્યથી અનેક પ્રકારના ભેદ પડી જાય છે, તે પણ ગમે તેવા કાળે બીજા પ્રાણીઓની બુદ્ધિ કરતાં માનવજાતિની બુદ્ધિ અધિક જ રહેવાની છે, તેમાં સંશય નથી.
માનવ સમુદાય એ બુદ્ધિપ્રધાન વર્ગ છે, એને અર્થ એ છે, કે બુદ્ધિ એ મનુષ્યનું સરવ છે. જેમ શરીરનું સત્વ એ શુક્ર અને શરીરની શોભા એ મુખ, તેમ માનવને માનવી તરીકે ટકાવનાર કે શેભાવનાર એક માત્ર બુદ્ધિ છે.
પરંતુ બુદ્ધિ એ એવી કઈ થૂલ ચીજ નથી કે તેને બાહ્ય શએ વડે હણી શકાય. બુદ્ધિ જેમ આંતરિક વસ્તુ છે, તેમ તેને હણવાનાં શસ્ત્રો પણ આંતરિક જ છે.
બુદ્ધિ એ આંતરિક વસ્તુ છે, તેનું કારણ તે બાહા ઈન્દ્રિયેથી અગોચર છે. જે વસ્તુ બાહ્ય ઈન્દ્રિયોને ગોચર ન થઈ શકતી હોય, તે વસ્તુ ન જ હોય એવો નિશ્ચય કરી શકાય એમ નથી.
આકાશ વગેરે કે પરમાણું આદિ પદાર્થો બાહા ઈન્દ્રિયેથી અગોચર હોવા છતાં, તેની સત્તા દરેકને સ્વીકારવી જ પડે છે. તેમ બુદ્ધિ, જ્ઞાન આદિ આંતરિક વસ્તુ ઈન્દ્રિયપ્રત્યક્ષ ન થઈ શકતી હોય, તે પણ સ્વ-સંવેદન (પ્રત્યક્ષ) થી પ્રત્યેકને તેની સત્તા સ્વીકાર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ.
જેઓ બહિરિન્દ્રિયગોચર પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અનુભવાતા બાહા પદાર્થોની સત્તા સ્વીકારવા તૈયાર છે, તેઓ એ પદાર્થોને અનુભવ કરાવનારા જ્ઞાનની જ સત્તા સ્વીકારવાની જે ના પાડે, તે તેઓનું એ વર્તન પુત્રને સ્વીકાર કર્યા બાદ, માતાને જ અસ્વીકાર કરવા જેવું હાસ્યાસ્પદ બને છે. માટે જે બાહ્ય પદાર્થોની સત્તા નિશ્ચિત થાય છે. તે તેને નિશ્ચય કરાવનાર જ્ઞાનાદિ આંતરિક પદાર્થોની સત્તા માન્યા સિવાય છૂટકે જ નથી. બુદ્ધિનું સ્થાન
બાઘેન્દ્રિયથી અગોચર બુદ્ધિ પણ સ્વ-સંવેદન ગોચર હોવાથી પોતાની હયાતિ પુરવાર કરે છે અને બુદ્ધિ જ જે માનવ-સમુદાયનું સર્વસ્વ છે, તે તેને હણાઈ જતાં, નાશ પામતાં કે વિપરીત માગે તણાઈ જતાં બચાવી લેવાની ફ૨જ, એ સૌથી મોટી થઈ પડે છે.