________________
ધાર્મિક શિક્ષણને હેતુ
૨૦૯ શારીરિક વ્યાયામનું શાસ્ત્ર વ્યાયામમાં કુશળતા મેળવવા માટે હોય છે, નહિ કે કેવળ શાસ્ત્રના પંડિત બનવા માટે, તેમ માનસિક વ્યાયામ કહે કે આધ્યાત્મિક વ્યાયામ કહે, તે માટે ક્રિયાનાં સૂત્રો છે. એ સૂત્ર વિધિપૂર્વકના માનસિક વ્યાયામ વડે આધ્યાત્મિક બળ કેળવીને આત્માની ગુપ્ત શક્તિઓને પ્રગટ કરવા માટે છે. સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે છે. શિક્ષકની સજાગતા
ધાર્મિક શિક્ષણની પાછળ રહેલું આ મહત્વનું દયેય, કેવળ વિદ્યાર્થીઓના જ નહિ, પણ ધાર્મિક શિક્ષકેના લક્ષમાં પહેલું હોવું જોઈએ. અને તેમના જીવનમાં ક્રિયાના સૂત્રને આ રીતે અમલ કરવાની ધગશ હેવી જોઈએ. એ વડે શિક્ષક પોતે એટલે લાભ અનુભવતો હશે, એટલે તેને આ સૂત્રો ભણાવવાની ક્રિયામાં વધારે ઉત્સાહ જાગશે.
કેવળ શિક્ષકે જ નહિ, પણ ધાર્મિક કેળવણીના ક્ષેત્રમાં રસ લેતી પ્રત્યેક વ્યક્તિએ ધાર્મિક ક્રિયા અને તેનાં સૂત્રને આ દષ્ટિએ જોતાં શિખવું પડશે. અને એ દષ્ટિ આવ્યા પછી જ ધાર્મિક શિક્ષણની ખરી ઉપગિતા ખ્યાલમાં આવશે.
ધાર્મિક શિક્ષણમાં ક્રિયાના સૂત્રોનું અધ્યયન કયા હેતુસર છે? એ નક્કી કર્યા પછી તત્વજ્ઞાનના ગ્રન્થનું અધ્યયન શા માટે છે? એ પણ નક્કી કરવું પડશે. તત્ત્વજ્ઞાન પણ કેવળ તત્ત્વનું જ્ઞાન મેળવવા માટે નથી, પણ તે વડે ચિત્ત શુદ્ધિની સાધના કરવા માટે છે. શુભધ્યાનની વૃદ્ધિ કરવા માટે છે.
ધર્મક્રિયા વડે જેમ આત્માની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે મેહ અને અજ્ઞાનને નાશ કરીને આત્મામાં છુપાયેલા અનંતજ્ઞાનને પ્રગટ કરી શકાય છે.
કેવળ શ્રુતજ્ઞાન મેળવવા માટે કે મતિજ્ઞાનને વિકસાવવા માટે જ તત્ત્વજ્ઞાનનું અધ્યયન જેનશામાં વિહિત થયેલું છે એવું નથી, પણ એ વડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીયાદિ કર્મોને ખપાવીને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાનને મેળવવાને ઉદ્દેશ છે.
પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા જ્ઞાનસાર પ્રકરણના આઠમાં ત્યાગાછઠના છઠ્ઠી લોકનું વિવરણ કરતાં ફરમાવે છે કે, “જ્ઞાનાચાર પ્રત્યે એમ કહેવું કે,
જ્યાં સુધી તાશ પ્રસાદથી તારૂં શુદ્ધ પદ કેવળજ્ઞાન ન આવે, ત્યાં સુધી મારે તારી સેવા કરવાની છે. શુદ્ધ સંકલ્પપૂર્વક સર્વ ક્રિયા લેખે લાગે, સંકલ્પીન કર્મ ફળે નહિં.”
કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાન ભણવાનું છે.
ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે દશનાચારને સેવવાનો છે. આ ૨૭