________________
૨૧૦
આત્મ-ઉત્થાનને પાયો યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે ચારિત્રાચારને પાળવાને છે. શુકલધ્યાનના લાભ માટે તપાચારનું સેવન કરવાનું છે. અક્રિયપદની પ્રાપ્તિ માટે વીર્યાચારનું પાલન કરવાનું છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર વગેરે આગમગ્રન્થમાં જ્ઞાનને અભ્યાસ માત્ર જ્ઞાનવૃદ્ધિ માટે જ છે, એમ ન કહેતાં ચિત્ત-સમાધિ માટે છે, એમ કહ્યું છે.
સ્વાધ્યાયથી વૈરાગ્ય, વૈરાગ્યથી શુભધ્યાન, શુભધ્યાનથી ચિત્તસમાધિ અને ચિત્તસમાધિથી સદ્દગતિ–એ જ્ઞાનાભ્યાસનું ધ્યેય છે. તત્વજ્ઞાનનું ફળ
ભૌતિક વિજ્ઞાનની જેમ ધાર્મિક જ્ઞાનને પણ જે આપણે વિશ્વ વસ્તુઓની માહિતી મેળવવાનું જ એક સાધન માનીએ, પણ તે વડે ચિત્તસમાધિ અને સદ્દગતિ મેળવવાનું કચેય ન સ્વીકારીએ, તે તત્ત્વજ્ઞાન ભણવા માટે ખાસ કઈ પ્રેરણા ન રહે. કારણ કે પદાર્થ વિજ્ઞાનની ભૂખ તે આજના ભૌતિકવાદની કેળવણીથી પણ થોડી ઘણી સંતોષાય છે. તત્ત્વજ્ઞાન મેળવવાની પાછળ એટલે સંકુચિત હેતુ નથી, પણ એની પાછળ ઉદાત્ત હેતુ છે, અને તે મનુષ્યને મળેલા કરણની શુદ્ધિ કરવા માટે અને પોતાની જાતના માલિક બનવા માટે ચિત્તમાં ઉત્સાહ જગાડે છે, અને આ રીતે તત્ત્વજ્ઞાન પણ સદાચરણમાં સહાયક બને છે.
ક્રિયાના સૂત્રની સાથે તત્વજ્ઞાનને અંતરંગ સંબંધ છે. ક્રિયા એ સાપ છે. તત્ત્વજ્ઞાન તેનું સાધન છે, અને એ બંનેનું સાધ્ય કેવળજ્ઞાન અને મેક્ષ છે.
ધાર્મિક શિક્ષણના વિકાસ માટે શિક્ષકેમાં નવું જેમ પ્રગટે, તે માટે આ જરૂરી મુદ્દાઓ છે.
એક તે ક્રિયાનાં સુત્રો આધ્યાત્મિક વ્યાયામનાં સુત્રો છે. એ દષ્ટિએ તેને જોતાં શીખવું જોઈએ અને તેને શક્ય અમલ જીવનમાં કરો તથા વિદ્યાર્થીઓને કરાવવું જોઈએ.
બીજું, તત્વજ્ઞાનના ગ્રન્થ કેવળ પદાર્થ વિજ્ઞાનની જેમ માહિતી મેળવવા માટે નથી, પણ ચિત્તની સમાધિ તથા એકાગ્રતા કેળવવા માટે છે.
ક્રિયાના સૂત્ર તથા તત્ત્વજ્ઞાનના ગ્ર–એ બંનેનું અધ્યયન પરસ્પર પૂરક છે. જેમ જેમ ક્રિયામાં પ્રગતિ થાય, તેમ તેમ તત્ત્વજ્ઞાનની ભૂખ વધે અને જેમ જેમ તત્વજ્ઞાન વધતું જાય, તેમ તેમ સમ્યફક્રિયામાં આગળ વધવા માટે અધિકઅધિક ઉત્સાહ આવતે જાય, એ જ ખરેખરો ધાર્મિક શિક્ષણને વિકાસ છે.