________________
આત્મ-ઉત્થાનના પાયે
દાખલા તરીકે ધર્મક્રિયા માટે રચાયેલા સૂત્રોમાં સૌથી પ્રથમ સૂત્ર, શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર છે. તે સૂત્રનુ અધ્યયન કેવળ અધ્યયન માટે નહિ, પશુ તેનું સૂત્ર અ અને તદ્રુભય સહિત તથા કાળ, વિનય-બહુમાન અને ઉપધાન આદિ વિધિપૂર્વક અધ્યયન કરી, પ્રત્યેક કાર્યના પ્રારભમાં વિઘ્નના નિવારણ માટે અને ઈષ્ટની સિદ્ધિ માટે મંગળ તરીકે ઉપયોગ કરવાના હેતુએ છે. સમગ્ર જીવનમાં તેના વિધિયુક્ત પ્રત્યેાગ કરવા માટે કહ્યુ છે કે,
૨૦૮
મોચન-સમએ સચળે, વિવો વેસળે મને, વસળે, પંચ—નમુજારે વજી, સુમરિઝ્ઝા સવન્ના વિ ॥ શ્॥
અર્થ :-ભેાજન સમયે, શયન સમયે, ૠગવાના સમયે, પ્રવેશ સમયે, ભય સમયે, કષ્ટ સમયે અને સ સમયે નિશ્ચિતપણે શ્રી પંચ નવકારનુ સ્મરણ કરવું જોઈએ. જેમ શ્રી નવકાર માટે તેમ ક્રિયા માટેના દરેક સૂત્રો માટે સમજવાનુ છે. સૂત્રના મહિમા
ગુરુવંદન સૂત્ર, ચૈત્યવદન સૂત્ર, દેવવઇન સૂત્ર, પ્રતિક્રમણ સૂત્ર, સામાયિક સૂત્ર, લેગસ સૂત્ર, કાચાસ સૂત્ર, પચ્ચક્ખાણ સૂત્ર વગેરે પ્રત્યેક સૂત્ર કેવળ ભણવા માટે નથી, પણ ધર્મનું જીવનમાં પ્રત્યક્ષ આચરણુ કરવા માટે છે.
પૂજ્ય પુરુષા અને તેમના પ્રતીકેાને વંદન એ ધર્મ છે. સમતાભાવ એ ધર્મ છે. પાપથી પાછા ફરવું એ ધર્મ છે. ત્યાગને જીવનમાં ઉતારવા એ ધમ છે. આ રીતે ઉપર ખતાન્યેા તે ધમ જ સુખ અને સદ્ગતિનું મૂળ છે. તેનું વિધિપૂર્વક જીવનમાં સેવન કરવા માટે સૂત્ર ભણવાની જરૂર છે. તેના અર્થ જાણવાની જરૂર છે. એટલે કે તે બંનેની જરૂર છે. એથી મન ખરૂંધાય છે, વાણી સુધરે છે, કાયા સન્માÔગામી થાય છે, પાપ શકાય છે, પુણ્ય વધે છે, સુખ મળે છે, દુઃખ ટળે છે.
એક શ્રી નવકાર મંત્ર જેટલા નાનકડા સૂત્ર વડે મ ́ગળનુ આગમન થાય છે, અમંગળ દૂર થાય છે, તા ચૈત્યવંદન, દેવવઇન અને પ્રતિક્રમણની ક્રિયામાં આવતાં મેાટાં સૂત્રો વડે તે કાર્ય વધુ પ્રમાણમાં કેમ ન થાય ? અવશ્ય થાય, અને એ કરવા માટે જ સૂત્રોની રચના છે. તેમજ સૂત્રોના અવલંબનપૂર્વક થતી ધર્મ ક્રિયાઓ વડે સમગ્ર જીવન ‘ ધાર્મિક અંકુશ 'માં આવી જાય છે.
આ એક પ્રકારની આધ્યાત્મિક કસરત છે. સૂત્ર, અર્થ અને તદ્રુભયના આલેખનપૂર્વક થતી પ્રત્યેક ધર્મક્રિયાની પાછળ દેવ, ગુરુ અને ધર્માંતત્ત્વનું બહુમાન રહેલું હોય છે. અને એ બહુમાનપૂર્વક કરાતી આરાધનાએ વડે જીવ ક્રમશઃ આધ્યાત્મિક ઉન્નતિના
શિખરે પહોંચે છે.