________________
આત્મ-ઉત્થાના પાયે
૨૦૪
સ્પષ્ટ થાય છે કે દેહના આરોગ્ય કે આયુષ્ય કરતાં પણ વધારે કિંમત આત્માના જ્ઞાન અને વિવેકની તેમજ સદ્વિચાર અને સદાચારની છે. તેની ઘણી ત‘ગી છે પણ તેના માણસને વિચાર પણ નથી.
ધનથી માલેતુજાર બન્યા. કાયાથી પુષ્ટ થયા કે આયુષ્યથી માટે થયા. તેટલા માત્રથી માણસ સુખી બન્યા, એ કલ્પના શું સત્ય છે ? માણસની ખરી કિંમત તા તેના જ્ઞાનધનથી અને વિવેક-સ...પત્તિથી છે. સવિચાર અને સતન જ માણુસનું ખરૂ ધન છે. ધાર્મિક દરિદ્રતા ટાળેશ
મનુષ્યના સુખ અને શાન્તિના આધાર ધન, રૂપ, બળ કે આરોગ્ય જ નથી, કિન્તુ વિવેક, વિચાર, વન અને આચાર છે. આ વાત આજે લગભગ વિસરાતી જાય છે, પરિણામે આજે ધન-સ`પત્તિની પૂ`ઠે પડેલા માનવીએ સત્ર જોવા મળે છે, પણ વતન અને વિચાર સુધારવાની ધગશ અને તમન્ના ધરાવનારા માનવીઓના દન પણ દુર્લભ ખનતાં જાય છે. એનું ખરૂં કારણ, દેશની આર્થિક દરિદ્રતાના વિચાર કરનાર વર્ગની થતી વૃદ્ધિતથા દેશની (પ્રજાની) ધાર્મિક-દરિદ્રતાની ચિંતા કરનાર વર્ગ ના થતા ઘટાડા હાય એમ નથી લાગતું ?
આર્થિક દરિદ્રતા એ દરિદ્રતા છે અને કષ્ટકારક છે, તેા ધાર્મિક દારદ્રતા એ એથી પણ અધિક માટી ક‘ગાલિયત છે. અને એ ભાવી મહાન કષ્ટના હેતુ છે એ વાત કદી પણ ન ભૂલવી જોઈએ.
આર્થિક દરિદ્રતા કેવળ દેહને કે દેહના એક જન્મને પીડાકારક છે, જ્યારે ધાર્મિક દરિદ્રતા આત્માને, આત્માની, જન્મની પરંપરાએાને તેમજ તે જન્મ-૫૨‘પરાઓનાં સુખ અને શાન્તિની સંતતિને ભારે કષ્ટકારી નીવડે છે.
આર્થિક દારિદ્ર કદાચ ટળ્યું, પણ એ ધાર્મિક દારિદ્ર કાયમ રહ્યું, તે તેથી સુખ અને *પત્તિ નહિ, પણુ દુઃખ અને વિપત્તિના જ વરસાદ વરસવાના છે. પ્રત્યેક કાળના ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. વિપક્ષમાં ધાર્મિક દારિદ્ર ટળ્યું અને આર્થિક દારિદ્ર ન પણ ટળ્યું, તે પણ માનવીની ગતિ નિશ્ચિત છે.
મનુષ્યની ઉર્ધ્વ ગતિને આધાર ધ છે, પણ ધન નથી. આ વાત આજની ઘડીએ સહુથી વધારે સારી રીતે સમજવાની જરૂર છે.
ધ વિનાનુ ધન અધેાગતિને આપે છે, જ્યારે ધન વિનાના પણુ ધમ ઉર્ધ્વગતિને જ આપે છે.