________________
ગૃહસ્થધર્મનું હાર્દ
૧૯૯
ગૃહસ્થધર્મનું હાર્દ
જગતમાં ધર્મ એક જ હોય છે. ધર્મ કદી બે નથી હઈ શકતા. અહિંસા જે ધર્મ છે, તે હિંસા એ અધર્મ છે. સત્ય એ ધર્મ છે, તે અસત્ય એ અધર્મ જ છે.
બે વિરુદ્ધ વસ્તુ, એક કાળે, એક જ અપેક્ષાથી, એક સ્વરુપવાળી કદી હોઈ શકતી નથી. એક જ વસ્તુ ધળી અને કાળી એક જ કાળે એક જ અપેક્ષાએ હઈ શકતી નથી એક વસ્તુ, એક જ અપેક્ષાએ એક જ કાળે ધોળી, અને કાળી, આ બે પ્રકારમાંથી કેઈ એક જ પ્રકારની અવશ્ય હોય છે.
આ બંને નિયમો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે-હિંસા અને અહિંસા બંને જેમ ધમરૂપ બની શક્તા નથી, તેમ બંને અધર્મરૂપ પણ બની શક્તા નથી. બેમાંથી એક ધર્મ છે. તે બીજે અધર્મ છે. પણ બંને ધર્મરૂપ કે બંને અધર્મરૂપ બની શકતા નથી.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચે ધર્મસ્વરુપ છે. એ સર્વ સિદ્ધાન્તવાદીઓ અને ધર્મવાદીઓથી નિશ્ચિત થયેલી વાત છે. તેથી હિંસા, અસત્ય, ચર્ય, અબ્રહ્મ અને પરિગ્રહ એ અધર્મ અને પાપસ્વરુપ છે, એ વાત પણ નિશ્ચિત થઈ જ જાય છે.
ધર્મ આ રીતે જે એક જ છે, તે પછી ગૃહસ્થને ધર્મ અને સાધુઓને ધર્મ એવા બે ભેદ શાસ્ત્રોમાં શા માટે પાડેલા છે? એવો પ્રશ્ન ઉભું થઈ શકે છે.
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ધર્મ એક જ હોવા છતાં તેને પાળનારાઓની શક્યતા ખાતર તેના બે ભેદ પાડી બતાવવામાં આવ્યા છે.
જેઓ ધર્મ પાળનારાઓની ભૂમિકા સમાન નહિ હોવા છતાં, ભૂમિકા અનુસાર ધર્મને ભેદ સ્વીકારવાની ના પાડે છે, તેઓ કાં તે ધર્મનું પાલન ઈચ્છતા નથી અથવા ધર્મ પાળવાને માર્ગ જાણતા નથી. ધમ–અધમ
અહિંસા, સત્યાદિ જ ધર્મ છે અને હિંસા અસત્યાદિ અધર્મ જ છે, એમ નક્કી થયા પછી, ગૃહસ્થ પણ જે સાધુની જેમ સર્વથા અહિંસા, સત્યાદિના પાલનને આગ્રહ રાખે છે, તે તે તેનું પાલન તે કરી શકતો નથી જ, પરંતુ અધિક હિંસા અને મેટા અસત્યના માર્ગે બળાત્કારે કે અનિચ્છાએ પણ તેને ઘસડાઈ જવાનું થાય છે.
જૈન શાસ્ત્રમાં ગૃહસ્થ માટે અહિંસા, સત્યાદિ ધર્મોના પાલન અથે, તેમની ભૂમિકા અનુસાર જે માર્ગ યોજવામાં આવ્યા છે, તે કેટલે સુઘટિત, નિર્દોભિક અને સુશકય છે, તે વિચારીને તેને સારી રીતે સમજવા જેવો છે.