________________
ધર્મ સંગ્રહ
૧૯૭ શાતા આત્મા પણ કથંચિત નિત્યનિત્ય, શુદ્ધાશુદ્ધ અને શરીરાદિથી ભિન્નભિન્ન બતાવેલ છે. તથા જ્ઞાનનાં બહિરંગ સાધને ઉપદેશાદિ અને અંતરંગ સાધન ક્ષપશમાદિ યથાસ્થિત વર્ણવેલાં છે. જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ, એ પાંચ મૂળ ભે, એકાવન પેટા ભેદે અને અવાંતર સૂણમ અસંખ્ય ભેદ સંગત રીતે નિરૂપણ કરેલા છે.
ક્રિયાની શુદ્ધિ માટે સંયમના સત્તર અને ક્રિયાના સિત્તેર વગેરે ભેદ-પ્રભેદ અને તેના પરિણામે પ્રાપ્ત થતાં અસંખ્ય સંચમસ્થાન બતાવેલા છે.
ક્રિયાવાન આત્માની લેશ્યા, તેની શુદ્ધિ, અશુદ્ધિના પ્રકર્ષ-અપ્રકર્ષથી પ્રાપ્ત થતાં ગુણસ્થાનકને અને તેના અવાંતર સંખ્ય-અસંખ્ય ભેદ-પ્રભેદો પ્રરુપેલા છે. ક્રિયાના બાદા સાધનો ગુરુકુલવાસ આદિનું અને અત્યંત સાધનો વીયતરના પશમ આદિનું પણ શુદ્ધ વર્ણન કરેલ છે.
દયાનની શુદ્ધિ માટે દયેય તરીકે મુક્તિ, મુક્તિસ્થાન અને મુક્ત ઇવેનું સુખ, ધ્યાતા તરીકે કથંચિત્ નિત્યનિત્યસ્વાદિ વરૂપવાળો આત્મા અને ધ્યાનનાં સાધન તરીકે બાહ્યઅત્યંતરાદિ તપના અનેક પ્રકારનું સુવિસ્તૃત, સુસંગત અને સુમાતિસમ વિવેચન કરેલું છે.
આપણે જોયું કે અહિસા ધર્મના શ્રેષ્ઠ પાલન વિના મોક્ષ પ્રાપ્તિ શકય નથી. કેવળ શરીરથી નહિ, પરંતુ વચન અને મનથી પણ પૂર્ણ અહિંસાનું પાલન થવું જોઈએ. કારણ કે મોક્ષપદ સંપૂર્ણ પણે અહિંસક છે. એટલે જેમના જીવનમાં સંપૂર્ણ અહિંસાનું પાલન એવી ચરમસીમાએ પહોંચે છે એવા જ આત્માઓ મોક્ષપ્રાપ્તિ માટે લાયક બને છે.
શ્રી જૈન શાસનમાં અહિંસાના પરિપૂર્ણ કાયિક પાલન માટે વિવિધ પ્રકારના ઉત્તમ આચારે બતાવ્યા છે, તેમ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે ચાદ્દવાદ સિદ્ધાંતનું નિરૂપણ કરેલું છે.
સ્યાદ્દવાદ એ એક એવા પ્રકારની ન્યાયબુદ્ધિ છે કે જેમાં સત્યના કેઈ પણ અંશને અસ્વીકાર કે અસત્યના કોઈ પણ અંશને સ્વીકાર સંભવી શકતું નથી. એટલે સંપૂર્ણ સ્યાદવાદી સંપૂર્ણ અહિંસક બની શકે છે.
માગનુસારિતાના “ન્યાયસંપન્ન વિભવ'થી માંડીને પ્રકૃતિ સૌમ્યતા પર્વતના સઘળા (પાંત્રીસે) નિયમનું પાલન એ સ્યાદ્દવાદ-સિદ્ધાન્તને પામવાની અને પચાવવાની પૂર્વભૂમિકા છે.
માર્ગાનુસારિના ગુણેથી આરંભીને છેલ્લે નિરપેક્ષ યતિધર્મના પાલન સુધીના સર્વ સદાચાર સંબંધી સર્વશ્રેષ્ઠ નિયમને આ ગ્રંથમાં એવી રીતે વર્ણવી બતાવ્યા છે કે