________________
ધર્મ –સ ગ્રહ
૧૯૫
પરને લેશ માત્ર પીડા ન થાય અને સ`સ'માં આવનાર ચેાગ્ય જીવને શુદ્ધ ધની પ્રાપ્તિરૂપ ભાવેાપકાર થાય, એવા ચારિત્રધર્મનું પાલન કરવા માટે શ્રી જૈન શાસ્રોમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ અગણિત નિયમેા બતાવ્યા છે. તે બધાના સંગ્રહ ચરણસિત્તરી અને કરણસિત્તરીના ૭૦-૭૦ ભેઢામાં અગર સંયમ અને શીલના ૧૮૦૦૦ પ્રશ્નારામાં થઈ જાય છે. સદાચારના સર્વશ્રેષ્ઠ અંગેા તેમાં સમાઈ જાય છે. અને એક પણ અંગ માકી રહેતું નથી.
ઈચ્છા-મિચ્છાર્દિક દેશ પ્રકારની સામાચારી તે ચક્રવાલ સામાચારી કહેવાય છે. આવશ્યક–પ્રતિલેખનાદિ પ્રતિદિન (એધ) સામાચારી કહેવાય છે.
આ સામાચારીઓના પાલનમાં સતત ઉપયેાગવંત જીવના, જીવનમાં સદાચારીને ભંગ કે તેના ફળ સ્વરૂપ કર્મોના બંધ થવાના અવકાશ રહેતા નથી.
શ્રદ્ધાની શુદ્ધિ માટે શ્રી વીતરાગ પરમાત્મા, નિગ્રન્થ મહાત્મા અને શ્રુત-ચારિત્ર ધરૂપ શ્રદ્ધેય વસ્તુએ આ ત્રણેયની શુદ્ધિ ોઈએ. એવી શુદ્ધ વસ્તુઓ ઉપરની શ્રદ્ધા, કોઇ પણ આત્માને પવિત્ર મનાવી શકે છે; એમાં કોઈ પણ જાતની શંકા નથી. શ્રદ્ધાવાન આત્માદિની શુદ્ધિ
શ્રદ્ધા એક ગુણ છે.
ગુણુ, ગુણી વિના રહી શક્તા નથી.
શ્રદ્ધારૂપી ગુણને ધારણ કરનારા ગુણી આત્મા છે.
એ આત્માની શુદ્ધિ એટલે તેના સ્વરૂપની શુદ્ધિ.
દૂધમાં મળી જઈને રહેલા પાણીની જેમ, અશુદ્ધિએ આત્મામાં મળી જઈને રહે છે, નહિ કે ઘઉં-બાજરીની ખારીમાં ભરેલા ઘઉં—ખાજરીની સાથે રહેતી કાંકરીની જેમ
આત્માનું સ્વરૂપ, આ રીતે યથા પ્રકારે સમજવુ' તેમજ સ્વીકારવું જોઇએ કે જેથી તેનામાં બંધ-મેક્ષ, પુણ્ય-પાપ, સુખ-દુ:ખ વગેરે (ભાવા) ઘટે.
આત્માને એકાન્ત-નિત્ય માનવામાં આવે, શરીરાદિથી એકાન્ત–ભિન્ન કે એકાન્ત અભિન્ન માનવામાં આવે તે કેવળ શ્રદ્ધા જ નહિ, કિન્તુ બીજા કાઈ પણ ગુન પુણ્ય-પાપની, સુખ-દુ:ખની કે અંધ-મેાક્ષની વાત ઘટી શકતી નથી.
શ્રદ્ધા, જ્ઞાન આદિ ગુણા કે સુખ-દુઃખ આદિ અવસ્થાએ આત્મામાં તે જ ઘટી શકે છે, જો તે કથ'ચિત્ નિત્યાનિત્ય, કથંચિત્, શુદ્ધાશુદ્ધ કે કથંચિત્ શરીરાદિથી ભિન્નાભિન્ન સ્વરૂપવાળા હાય.