________________
૧૯૬
આત્મ-ઉત્થાનનો પાયો દ્રવ્યથી નિત્ય છતાં પર્યાયથી અનિત્ય, મેક્ષમાં શુદ્ધ છતાં સંસારમાં અશુદ્ધ, નિશ્ચયથી ભિન્ન છતાં વ્યવહારથી અભિન્ન ઈત્યાદિ પ્રકારને જે આત્માને માનવામાં ન આવે તે શ્રદ્ધાદિ ગુણેની કે બંધ-મક્ષ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ-અપ્રાપ્તિને વિચાર નિરર્થક બને અને એ વિચારને દર્શાવનારાં શાસ્ત્રો પણ કલ્પિત ઠરે.
શ્રી જૈનશાસનમાં આત્માદિ દ્રવ્યનું સ્વરૂપ જે રીતે નિત્યનિત્યાત્મક આહિરૂપે બતાવેલું છે, તે રીતે માનવામાં આવે તે જ મોક્ષમાર્ગનું નિરૂપણ શ્રદ્ધેય ઠરે.
શ્રદ્ધેય પદાર્થોની અને શ્રદ્ધાવાન આત્માની શુદ્ધિની સાથે શ્રી જેનશાસનમાં શ્રદ્ધા આદિ ગુણેને પ્રગટ કરનારાં સાધનોની પણ શુદ્ધિ બતાવેલી છે. માટે તે સર્વાગ સંપૂર્ણ શાસન છે. શ્રાદ્ધ ઉન્નપ થવાના સાધનો શ્રી જૈનશાસનમાં શ્રદ્ધા ઉત્પન્ન થવાનાં સાધને બે પ્રકારના કહ્યાં છે.
“તનિધિામ ટુવા” અર્થાત્ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી અને અધિગમથી કહી છે. નિસર્ગ એટલે જેમાં આત્મા સિવાય બીજા કોઈ પણ સાધનની જરૂર ન રહે અધિગમ એટલે આત્મા ઉપરાંત ગુરુ-ઉપદેશાદિ બીજા સાધનની આવશ્યકતા રહે.
એકલા નિસર્ગથી કે એકલા અધિગમથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માનવામાં પ્રત્યક્ષ બાધ છે.
વિશિષ્ટ સંસ્કારી આત્માને પૂર્વજન્મના શુભ અભ્યાસથી આ જન્મમાં બાહ્ય નિમિત્ત વિના પણ શ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. અને કોઈ જીવને ઉપદેશાદિ. મળ્યા પછી જ થઈ શકે છે. માટે એ બંને પ્રકારોને માનવા એ શ્રદ્ધાના સાધનોની શુદ્ધિ છે. બેમાંથી કઈ પણ એક વિશેષને આગ્રહ તે દુરાગ્રહ છે.
જેમ શ્રદ્ધાની તેમ જ્ઞાનની શુદ્ધિ માટે ય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનોની, ક્રિયાની શુદ્ધિ માટે ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાનાં સાધનોની તથા ધ્યાનની શુદ્ધિ માટે યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોની શુદ્ધિ પણ તેટલી જ જરૂરી છે.
શ્રી જૈનશાસનમાં ય તરીકે અનંત વિશ્વ, તેમાં રહેલા અચેતન મુદ્દગલે, પરમાણુ, પ્રદેશે, સીંધે ઉપરાંત જીવ અને પુદગલની ગતિ અને સ્થિતિ તથા તેના સહાયક દ્રવ્ય, એ બધાને અવકાશ આપનાર આકાશ, પરિવર્તન કરનાર કાળ વગેરે પ્રત્યેક પદાર્થો તેના યથાર્થ સ્વરૂપમાં બતાવેલા છે.