________________
૧૮
આત્મકથાનને પાયો તેને વાંચનાર-ભણનાર કેવળ ધર્મશાસ્ત્રમાં નિપુણ થાય એટલું જ નહિ પણ સ્યાદવાદ, ન્યાય અને તેના આચરણમાં પણ નિપુણ બને.
પ્રત્યેક વિચાર કે ઉચ્ચાર કેઈ એક અપેક્ષાને આગળ કરીને જ થયેલું હોય છે. તે પૂર્ણ સત્ય ત્યારે જ બને કે જયારે અન્ય અપેક્ષાઓ તેમાં આવીને ભળે અને વસ્તુ કે વિષયના સમગ્ર રૂપને સ્વીકારવા તૈયાર થાય.
એ રીતે પ્રત્યેક પ્રવૃત્તિ પણ મેક્ષગામી ત્યારે બને કે જ્યારે તેની પાછળ પૂર્ણતાની પ્રાપ્તિને હેતુ હોય. માત્ર અપેક્ષા વિશેષમાં જકડાવાપણું ન હોય. એક અપેક્ષાને જ આખું સત્ય માનવા-મનાવવાને મુદ્દલ દુરાગ્રહ ન હોય.
પ્રવૃત્તિ પિતે કદી પૂર્ણરૂપ હોઈ શકતી નથી. કિન્તુ પૂર્ણતા તરફ લઈ જનારી અપૂર્ણ પ્રવૃત્તિઓ પણ પૂર્ણતાને હેતુ હોવાથી પૂર્ણ મનાય છે.
સ્યાદવાદીના અંતઃકરણમાં આ પ્રકારને વિચાર સદા જાગ્રત હોય છે.
વૃત્તિ અને પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યને ઘાત કે વિરોધ નહિ કરાવનાર એકનું એક સાધન જીવનમાં સ્યાદ્દવાદને પરિણુમાવ તે છે.
પચેલું દૂધ, ત્વચા આદિની કાતિ દ્વારા તેમ દેહાદિકની પુષ્ટિ દ્વારા છતું થાય છે, તેમ પરિણત થએલે સ્યાદવાદ, વિચાર-વાણી અને વર્તનના અહિંસકપણ દ્વારા છતે થાય છે.
કેઈ કહે છે કે જીવ અનાદિથી જ્ઞાનના અભાવે સંસારમાં ભટકે છે, કઈ કહે છે કે ક્રિયાના અભાવે ભટકે છે, ત્યારે સ્યાદ્વાદી કહે છે કે, “જીવનમાં સ્યાદવાદ પરિકૃતિના અભાવે જીવ સંસારમાં ભટકે છે.
મુક્તિમાર્ગમાં આગળ વધવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ, સત્યમાં મમત્વ અને અસત્યનું અમમત્વ છે. એવી સમજણ જ્યારે પ્રગટે છે. ત્યારે જીવમાં સ્યાદ્વાદ રુચિ જાગે છે. પછી તેને સ્યાદ્વાદી પુરુષોના વચન અને નિરૂપણે અમૃત સમાન મીઠાં લાગે છે.
રોગી પિતાના રાગપાત્રના દેષ જોતું નથી. અને કેવી પિતાના છેષ પાત્રના ગુણ જોતું નથી. ગુણ અને દેશને યથાર્થરૂપે જાણવા માટે વીતરાગ” થવું જોઈએ. અને “વીતરાગ થવા માટે વીતરાગને નમવું જોઈએ. વીતરાગ પ્રત્યેની યથાર્થ ભક્તિ કેળવવાથી જ વીતરાગ થવાય છે. વીતરાગ પ્રત્યેની ભક્તિનું પ્રેરક તત્તવ રાગ-દ્વેષ રહિત થવાની ઉત્કટ ઈરછા જ છે.