________________
૧૯૨
આત્મ-ઉત્થાનને પાયે રાગાદિ એ છે ઉપરના એ વિજ્યનું નામ જ “વીતરાગતા” છે.
એવા વીતરાગ પરમાત્માની સ્તુતિ કરતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“વરું રાજ્યગુરૂં, વીતરાગ મનોરતા
પુ–સ્થિતં રમણ ક્ષીરપારા-હોરર . શ્રી વીતરાગ સ્તોત્ર અર્થ :- હે વીતરાગ! કેવળ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રૂધિર પણ દૂધની ધારા જેવું ઉજજવળ છે.
આવા વીતરાગ પરમાત્મા ઉપરની શ્રદ્ધા એટલે દેના વિજય ઉપરની શ્રદ્ધા અર્થાત જગતમાં જેમ દોષે છે, તેમ તે દોષ ઉપર સંપૂર્ણ વિજય મેળવનારાએ પણ છે, એવી સચોટ ખાત્રી.
આવી સચોટ ખાત્રી-શ્રદ્ધા ના વિજેતાઓ ઉપર ભક્તિરાગ ઉત્પન્ન કરે છે. તૃષાથી પીડાતે માણસ જળના શરણે જાય છે, તેમ રાગાદિ દે જેને ખરેખર પીડાકાક લાગે છે, તેવા છે શ્રી વીતરાગના શરણે જાય છે. વીતરાગની ભક્તિમાં ઓતપ્રેત થાય છે.
રાગાદિ દોષોના વિજેતાઓ ઉપર આ ભક્તિરાગ-એ એક પ્રકારને વેધક રસ છે.
વેધક રસ જેમ તાંબાને પણ સુવર્ણ બનાવવાની તાકાત ધરાવે છે, તેમ રાગાદિ દાના વિજેતાઓ ઉપરને ભક્તિરાગ, જીવરૂપી તામ્રને શુદ્ધ કોચન સમાન-સર્વ દેષ રહિત અને સર્વ ગુણ સહિત શિવ સ્વરૂપ બનાવવાની શક્તિ ધરાવે છે.
દેષ રહિતતા અને ગુણ સહિતના સમવ્યાપ્ત છે. જેમ અંધકારને નાશ અને પ્રકાશને ઉદ્દગમ એક સાથે જ થાય છે, તેમ દોષને નાશ અને ગુણેને પ્રકર્ષ સમકાળે જ ઉદય પામે છે.
શ્રી વીતરાગ પરમાત્મા એ રાગાદિ દોષના વિજેતા છે, માટે જ ગુણના પ્રકર્ષવાળા છે.
એ રીતે શ્રી વીતરાગ પરમાત્મા ઉપરની શ્રદ્ધામાં જેમ દેના વિજય ઉપરની શ્રદ્ધા વ્યક્ત થાય છે, તેમ ગુણેના પ્રર્ષ ઉપરની શ્રદ્ધા પણ અભિવ્યક્ત થાય છે.
એ ઉભય ઉપરની શ્રદ્ધાથી જાગેલે ભક્તિરસ જ્યારે તેના પ્રકર્ષપણાને પામે છે, ત્યારે આત્મા એક ક્ષણવારમાં વીતરાગ સમ બની જાય છે. નિન્ય
શ્રી જૈન શાસનમાં શ્રદ્ધેય તરીકે પ્રથમ નંબરે જેમ શ્રી વીતરાગ પરમાત્મા છે. તેમ બીજે નંબરે નિગ્રંથ છે.