________________
ધર્માં સંગ્રહ
એટલે યથા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન એ ચાર, ધર્મના અગા થયા. દુર્ગાંતિથી ભીરૂ અને સદ્ગતિના રાગી આત્માઓને જેટલી જરૂર શુભ ધ્યાનની છે, તેટલી જ જરૂર યાનને સુધારનાર સતનની, વર્તનને સુધારનાર સજ્ઞાનની અને સજ્ઞાનને પેદા કરનાર સત્ શ્રદ્ધાની છે.
૧૯૧
શ્રી જૈન શાસનની આરાધના એટલે સત્ શ્રદ્ધા, સજ્ઞાન, સવન અને સદ્ધ્યાન તથા એ ચારને ધારણ કરનારા સત્પુરુષાની આરાધના છે.
એ ચારેમાંથી કાઇની કે એ ચારને ધારણ કરનાર કાઇ એકની પણ અવગણના, એ શ્રી જૈન શાસનની અવગણના છે.
એ ચારેની અને એ ચારેને ધારણ કરનારા સપુરુષાની આરાધના એ શ્રી જૈનશાસનની સાચી આરાધના છે.
એકલુ* જ્ઞાન કે એકલું ધ્યાન, એકલી શ્રદ્ધા કે એકલું ચારિત્ર મુક્તિને આપી શકતું નથી.
મુક્તિના માર્ગ એટલે શ્રદ્ધા અને જ્ઞાન, ક્રિયા અને ધ્યાન એ ચારેના સુમેળ અને એ ચારેની સંપૂર્ણ શુદ્ધિ છે.
અહીં‘શ્રદ્ધા' શબ્દ શ્રદ્ધેય, શ્રદ્ધાવાન અને શ્રદ્ધાદિના હેતુ એ ત્રણેના સૂચક છે. એ રીતે ‘જ્ઞાન’ શબ્દ, જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધન એ ત્રિપુટીને જણાવનારા છે. ‘ક્રિયા’ શબ્દ ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાનાં સાધનાને તથા ધ્યાન શબ્દ ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનાને જણાવનારા છે.
.
એ ચારેની શુદ્ધિ એટલે અનુક્રમે શ્રદ્ધેય, શ્રદ્ધાવાન અને શ્રદ્ધાના હેતુ, જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધના, ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાના હેતુઓ તથા ધ્યેય, યાતા અને ધ્યાનનાં સાધનેાની શુદ્ધિ,
શ્રી જૈન શાસનમાં શ્રદ્ધેય તરીકે વીતરાગ, તેમને માગે ચાલનારા નિર્થ અને તેમણે બતાવેલા અનુપમ શ્રુત અને ચારિત્રધર્મ છે,
વીતરાગ
તેમાં વીતરાગ તે છે કે, જેમણે રાગાદિ દ્વષા ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યેા હાય. જે રાગાદિ ઢષાએ ત્રણ જગત ઉપર વિજય મેળવ્યા છે, ત્રણ જગતમાં રહેલા જીવા ઉપર જેના પ્રગટ પ્રભાવ છે, શરીર છેાડવા કરતાં પશુ જેના ત્યાગ કરવાનું કામ, જીવને અઘરૂ પડે છે, તેના ઉપર પણ જેઓએ વિજય પ્રાપ્ત કર્યાં છે, તે વીતરાગ પરમાત્મા ત્રણ જગતના વિજેતા ગણાય છે.