________________
૧૩૪
આત્મ-ઉત્થાનને પાયો - રાગ-દ્વેષ, રતિ-અતિ, હર્ષ–શક આદિ કોના ઉત્પાદક ઉત્પાદ-વ્યય ધર્મો છે. તેમાં પ્રવ્ય ધર્મનું જ્ઞાન ભળવાથી શ્રદ્ધોમાં માધ્યશ્ય પેદા થાય છે. એકલા ધ્રૌવ્ય ધર્મના સ્વીકારથી થતા મોહ-મૂછને નિવારવાનું સામર્થ્ય ઉત્પાદ, વ્યય ધર્મના ચિંતનમાં રહેલું છે. દાસિન્યભાવને જનક ધર્મયુક્ત વસ્તુરવભાવ છે. તેથી જ ધર્મનું અંતિમ લક્ષણ, “ઘણુ સદાવો ઘરમાં રહેલું છે. વસ્તુને સ્વભાવ એ જ ધર્મ છે. ધર્મ એ વસ્તુસ્વભાવથી ભિન્ન નથી, વરતુ સ્વભાવ એ ધર્મથી ભિન્ન નથી.
ધર્મને ન ઉત્પન્ન કરાતું નથી, તે તે અનાદિ સિદ્ધ સહજ સ્વભાવરૂપ છે. તેના અજ્ઞાન અને અશ્રદ્ધાનથી જ જીવ પોતાના ઉપર બધે ભાર લઈને ભય, શાક, ચિંતા, ઉદ્વેગ આદિ કોને આધીન થાય છે. તે બધાથી મુક્ત થવાને ઉપાય વસ્તુ સ્વભાવરૂપ ધર્મના સ્વીકારમાં રહેલો છે. એ સ્વીકાર કરવાથી જીવને કરવાનું કાંઈ રહેતું નથી, માત્ર જાણવાનું સ્વીકારવાનું અને જાણી તથા સ્વીકાર કરીને તે જ્ઞાન અને શ્રદ્ધામાં સ્થિર રહેવાનું છે.
એ સ્થિરતા એ જ ચારિત્ર છે. વસ્તુના ધર્મના જ્ઞાન અને સ્વીકારથી તે સ્થિરતા આપોઆપ ઉત્પન્ન થાય છે. જેટલા અંશે રિથરતા ઉત્પન્ન થાય, તેટલા અંશે ધર્મ છે જેટલા અશે અરિથરતા રહે, તેટલા અંશે અધમ છે.
અધર્મને ટાળવાનું અને ધર્મને પામવાનું સાધન વસ્તુ સ્વભાવના જ્ઞાન અને શ્રદ્ધાનમાં રહેલું છે. શ્રદ્ધાનું સ્વરુપ
પ્રયત્ન ફળદાયી છે, એવી ખાત્રી તે ટેક છે, શ્રદ્ધા છે. કૃપા ફળદાયી છે, એવી ખાત્રી તે નેક છે, ભક્તિ છે. કૃપા એ ભગવાનના સામર્થ્ય સૂચક શબ્દ છે. યત્ન એ ભક્તની શ્રદ્ધાને સૂચક શબ્દ છે. શ્રદ્ધા અને ભક્તિ બે મળે તે કાર્યની સિદ્ધિ થાય છે. ભક્તિના પ્રમાણમાં શ્રદ્ધા કુરે છે અને શ્રદ્ધાના પ્રમાણમાં જ ભક્તિ ફળે છે.
ચાલ્યા વિના ઈષ્ટસ્થાને પહોંચાય નહિ, એ માન્યતા ચાલનારની શ્રદ્ધા સૂચવે છે. ઈષ્ટ સ્થળમાં ઈષ્ટવની બુદ્ધિ જ ન હોય, તે ચાલવાની ક્રિયા થઈ જ કેમ શકે? ઈછત્વની બુદ્ધિમાં ઈષ્ટસ્થળની પ્રધાનતા છે. પ્રધાન ઈષ્ટસ્થળ ભક્તિ પેદા કરે છે. એ ભક્તિ ચાલવાની ક્રિયા કરાવે છે. ચાલવાની ક્રિયા કર્યા વિના ઈષ્ટસ્થળે પહોંચી નહિ જ શકાય એ જ્ઞાનક્રિયાની મુખ્યતા કરાવે છે. આમ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, શ્રદ્ધાનું મૂળ ભક્તિ છે અને ભક્તિનું મૂળ ભગવાનના માહાસ્યનું જ્ઞાન અને તેનું મૂળ આત્માનું માહાભ્ય છે.