________________
૧૪૨
આત્મ-ઉત્થાનને પાયે આરાધનારા મહામુનિઓ અને તેમની શિષ્ય પરંપરા તથા સેવક અધિષ્ઠાયક દેવ-દેવીઓ યથાશક્ય આ કાર્ય કરી રહેલ છે.
શ્રી મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં સદાકાળ શ્રી તીર્થકર દે સદેહે વિચરતા હોય છે. તેથી એમની કર્મપ્રકૃતિને ઔદયિકભાવ, શ્રી તીર્થકર દેવેની આજ્ઞાના આરાધકને દરેક કાળે રક્ષણ આપી શકે છે.
પ્રશ્ન :-શ્રી તીર્થંકર પરમાત્માને અનુગ્રહ મેળવવા માટે શું કરવું જોઈએ ?
સમાધાન –અહને ઓગાળીને, તીર્થકર દેને–તેમની આજ્ઞાને સંપૂર્ણપણે સમર્પિત થઈ જવું. શ્રી તીર્થકર દેવ અને તેમની આજ્ઞાની પુરેપુરી શરણાગતિ સ્વીકારી લેવી. તે પછી મોક્ષ સુધી નિર્વિદને પહોંચાડવાની જવાબદારી તેમની બની જાય છે. યોગક્ષેમંકર પરમાત્મા
શ્રી તીર્થકર ભગવતેને આપણે શબ્દથી વેગક્ષેમકર” કહીયે છીએ પણ એ શબ્દનું તાત્પર્ય હદયસાત્ કરી શકતા ન હોવાને કારણે આપણે શરણાગત ભાવ મેળો રહે છે અને આજ્ઞાપાલનમાં આપણી સમગ્રતા ઓતપ્રેત થઈ શકતી નથી એટલે “ગક્ષેમંકર' શબ્દનું તાત્પર્ય આપણે બરાબર સમજી લેવું જોઈએ.
યેગ + ક્ષેમકર = ગક્ષેમકર. લેગ એટલે જે નથી પ્રાપ્ત થયું તેને યોગ કરાવી આપનારા.
ક્ષેમકર એટલે જે પ્રાપ્ત થયું છે તેનું રક્ષણ કરનારા.
આવા અનન્ય ઉપકારીનું શરણું સ્વીકારવામાં પણ મન અચકાતું હોય, હૃદય ખચકાતું હોય, તે તેને અર્થ એ થયો કે ત્યાં મેહ બેઠેલે છે. મેહનું મારણ કરવા જિનાજ્ઞાનું શરણું પૂરતું છે.
આજ્ઞામાં આજ્ઞાકારકની સમગ્રતા સમાયેલી હોય છે. જેમ સાકરમાં મીઠાશ, પુષ્પમાં સુવાસ, ચંદનમાં શીતલતા સમાયેલી હોય છે, તે રીતે શ્રી તીર્થકર દેવની આજ્ઞા અનુસાર તપ-જપાદિ કરનાર પુણ્યાત્મા એમ ન બોલે કે આયંબિલ મેં કર્યા, જપ મેં કર્યો. પણ એ એમ જ લે કે મારાથી શ્રી તીર્થંકર દેવની આજ્ઞાનું યથાશક્તિ પાલન થાય છે !
યથાશક્તિ આજ્ઞાપાલન કરનારે પણ પિતાનાં જીવનમાં થતી આજ્ઞાની વિરાધનાની બાબતમાં ઉપેક્ષા ન સેવતાં તેને પણ દૂર કરવાની સાવધાની રાખવી જોઈએ. ત્રિભુવનપતિની આજ્ઞાની વિરાધના કરવી એ કેટલે મોટે અપરાધ છે, એ હકીકત પ્રત્યેક આજ્ઞાપાલકના હૃદયમાં જડાઈ જવી જોઈએ. તે જ તેનામાં આજ્ઞા પાળવા માટેનું પૂરું બળ પ્રગટી શકશે.