________________
૧૮૨
આત્મ-ઉત્થાનનો પાયો અથભકિયાથી અશુભભાવને અનુભવ થવે જેટલો સહજ છે, તેટલે શુભક્રિયાથી શુભભાવને અનુભવ થ સહજ નથી, એ જ એમ બતાવે છે કે, એના અધિક અભ્યાસની અર્થાત વારંવારના સેવનની પૂરતી જરૂર છે. કક્ષાનો વિચાર
હવે પ્રશ્ન એ રહે છે કે, આપણે નીચલી કક્ષાએ હોઈએ તે ઉપલી કક્ષાની ક્રિયા આપણને કેવી રીતે લાભ કરે? ચક્રવર્તીનું ભજન રંકને કેમ ? મંદાગ્નિવાળાને પૌષ્ટિક રાક કેવી રીતે લાભ કરે ?
અહી કક્ષાનો વિચાર બે રીતે છે. એક પ્રવૃત્તિરૂપે અને એક પરિણતિરૂપે.
પરિણતિ તે ક્રિયા સાધ્ય છે, અને આવ્યા પછી ક્ષણવારમાં ચાલી જનારી પણ છે. તેથી પરિણિત વડે કક્ષાનો વિચાર અશક્ય છે. માત્ર પ્રવૃત્તિ વડે જ કક્ષાનું માપ નીકળી શકે છે.
તે જેઓ જૈનકુળમાં જગ્યા છે, ઉત્તમ કુળના આચારનું સહજ રીતે પાલન કરી રહ્યા છે, જેના ઘરમાં માંસ-મદિરાનું ભજન કે વેશ્યાગમનાદિ નીચ કાર્યોનું સેવન છે નહિ, હલકા કુળને ઉચિત એવા ઝવવધના વ્યાપાર કે અશુચિ કર્મો નથી, જેને પલેક ઉપર શ્રદ્ધા છે, આત્માનું હિત કરી લેવું એ જ જન્મને સાર છે, એવા સુસંસ્કારે જેઓને વારસામાં મળેલા છે, જેઓ જીવતાં બધિ, મરતાં સમાધિ અને પરલોકમાં સદગતિને નિરંતર ઈરછી રહ્યા છે, જેઓને વીતરાગ પરમાત્મામાં દેવાધિદેવપણને, નિગ્રંથમાં ગુરુપણાને અને આગામાં સર્વજ્ઞ-નિરૂપતિપણાને વિશ્વાસ છે તથા ધર્મમાં જીવદયા અને જીવની જયણા એ જ મુખ્ય છે, એવી નૈસર્ગિક શ્રદ્ધા ધરાવી રહ્યા છે, તેવા છે આ ક્રિયાના અધિકારી નથી, એમ તે કઈ અજ્ઞાની, કઈ દુરાગ્રહી કે કઈ પુલાનંદી જ કહી શકે.
ઉપર વર્ણવ્યા તેના કરતાં વધારે સારા સંસ્કારવાળા બીજા કયા મનુષ્ય છે કે જેઓ આ ક્રિયાના ખરા અધિકારી છે અને બીજા નહિ? જો નથી તે પછી આવા ઉચ્ચ સંસ્કારવાળાનાં ઘરમાં નિરંતર સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, વ્રત-નિયમ, દાન, શીલ, અને ત૫-જપાદિ ક્રિયા સતત થતી રહે તેમાં ખોટું શું છે ?
આ તે ઢાલની એક બાજુ થઈ.
તેની બીજી બાજુ પણ છે. અને તે આ ક્રિયાઓ કરનારા પૈકી કેટલાકમાં દેખાતી જડતા, અવિચારિતા, સ્વાર્થ લુપતા, બહાર આવવાની કે લેકમાં સારા દેખાવાની મને વૃત્તિ ઇત્યાદિ કે જે દુર્ગ રૂપે દેખા દે છે. પણ તે (અનેક પ્રકારની નબળાઈઓને વશ માં) અનિવાર્ય છે. અથવા જ્ઞાન-પ્રકાશથી તેને હઠાવી શકાય છે.