________________
૧૮૬
આત્મ-ઉત્થાનના પાયે લજાગુણ
લજજાગુણની બાબતમાં કેટલાક સાધકને એ પ્રશ્ન મૂંઝવે છે કે, “જેથી પોતાને નાશ થતું હોય તેવી લજાવતા ગુણેની ટિમાં કેવી રીતે આવી શકે?
નહિ જ, પણ જે લજજાથી સુકુળની મર્યાદાઓ જળવાતી હોય, જે લજજાથી વિષય વૃત્તિઓ ઉપર અંકુશ આવતું હોય, જે લજજાથી અજ્ઞાની છે જ્ઞાનીનું અનુસરણ કરતા હોય, જે લજજાથી અનેક વ્યસને અને દુર્ગથી બચી શકાતું હોય તથા પવિત્ર ધર્મકરણીએ થતી હોય, તે લજજા એક પરમ સદગુણ છે. અને તે ઉત્તમ આત્માઓમાં જ સંભવી શકે.
હા જુવાનની ? લજ ગુણસમૂહની જનેતા છે.
લજ ગુણને વરેલે આત્મા કદી પણ અકાર્ય નહિ કરે તથા સત્કાર્ય કરવામાં ખરી નિર્ભયતા તેનામાં જ આવી શકશે.
પૂર્વે મહાસતીઓએ સતીત્વના ગુણના પાલન ખાતર જે નિર્ભયતાએ દાખવી છે, તેમાં તેમના લજજાગુણને પણ ઘણે ફાળે છે.
જેથી પિતાને નાશ થતું હોય તેવી લજજા ગુણની કટિમાં ન જ આવી શકે, પરંતુ જેનાથી પિતાનું રક્ષણ થતું હોય તેવી લજજા વડે અથવા જે લજજા વડે વર્તમાનમાં નહિ પણ આગામી કાળમાં મહાન લાભ થનાર છે, તેવાં કાર્યોમાં સમજ્યા વિના કે ભાવ વિના પણ મહાન પુરુષોની મર્યાદા ખાતર પ્રવર્તવાનું થતું હોય, તે લજાને પરમ સદ્દગુણ માનવામાં કઈ પણ જાતને બાધ નથી. આચાર પ્રથમ ધર્મ
અનાય જીને શ્રી તીર્થકરવાથી પણ લાભ ન થાય, તેમ અનધિકાર ધર્મચેષ્ટા કદી પણ લાભ ન કરે” એ જે વિચાર કેટલાક સાધકો વ્યક્ત કરે છે તે એકાંત સત્ય નથી.
અધિકાર પ્રાપ્ત થવા માટે પણ કેઈને કોઈ ચેષ્ટા જોઈશે જ. જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફળ કહી છે, તેમ ક્રિયા વિનાનું જ્ઞાન પણ નિષ્ફળ કહ્યું છે. પરંતુ એ બંને નય પક્ષ છે. સિદ્ધાતપક્ષમાં ક્રિયા અને જ્ઞાનને તુલ્ય બળ છે. ક્રિયાને જ્ઞાન કરતાં અધિક એટલે પ્રથમ સ્થાન પણ સંભવે. જેમ કે જ્ઞાન વિનાની શુભ ક્રિયા સદ્દગતિ અપાવી શકે, પણ દિયાહીન જ્ઞાન સદગતિ આપી શકે નહિ.
'जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणम्स । एवं खलु नाणी चरणेण हीणो, माणस्स भागी न हु सुग्गइए ॥