________________
ધર્મના સાધકને માર્ગદર્શન
૧૮૫ પણ એ બધી વસ્તુઓને જે સાપેક્ષપણે રાખીને વિચારવામાં આવે તે જેમ માર્ગનુસારિતા” સમ્યગ્દર્શનને અને વિરતિને લાયક બનાવે છે, તેમ “વિરતિ” તથા “સમ્યગ્દર્શન ”ને ઉચિત કરણી ઓ માર્ગોનુસારિતાને મેળવી આપે છે. કારણ કે તે કરણી ઓ પરસ્પર વિરોધી નથી, કિન્તુ પરસ્પરને પોષક છે. અનુપમ ઉપકારી શ્રી સંઘ
આજે જે કેટલાક વિરોધાભાસ જણાય છે, તે વર્તમાનમાં શાસનના ગણાતા પુરુષોમાંની કેટલીક નબળાઈઓનું ફળ જવું. પણ એવી નબળાઈ ને એક ઝપાટે દૂર કરવાનો કેઈ પણ ઉપાય આ જગતમાં છે નહિ. કર્મની બળવત્તરતા અને તેની પરતત્રતાની સામે કેનું ચાલી શકયું છે ? પણ તેથી શાસનને શું ? શાસન તો અવિચિછન્ન છે. ત્રિભુવનપતિને પણ પૂજ્ય એ શ્રી સંઘ તે સદા વિજયવંત છે. પુરુષરત્નની ખાણ છે. અનેક પુણ્યપુરુષે પૂર્વે તેમાં થયા છે અને ભવિષ્યમાં અવશય થવાના છે.
આવા અનુપમ શ્રી સંઘના આધારે ભવ્યાત્માઓનું કલ્યાણ છે. પણ કેવળ વ્યક્તિએના આધારે શ્રી સંઘનું કલ્યાણ કે અકલ્યાણ નથી. શ્રી સંઘના આધારે વ્યક્તિઓ છે, તીર્થો છે, ચૈત્ય છે, શા છે, પર્વો છે, મંત્ર છે અને દાન, શીલ, તપ આદિ સઘળા પ્રકારની આરાધનાઓ છે.
અજ્ઞાનીઓના સમૂહને સંઘ ન કહેવાય એ વાત જેટલી સત્ય છે, તેટલી સત્ય બીજી વાત એ છે કે, શ્રી સંઘને અજ્ઞાનીઓને સમુદાય, જે તે વ્યક્તિથી ન કહેવાય.
વ્યક્તિ કરતાં શ્રી સંઘનું બળ વધારે છે, વ્યક્તિના ગુણે કરતાં શ્રી સંઘના ગુણ અધિક છે, વ્યક્તિના જ્ઞાન કરતાં શ્રી સંઘનું જ્ઞાન વધારે છે. વ્યક્તિની આરાધના કરતાં શ્રી સંઘની આરાધના વિપુલ છે, વ્યક્તિની યોગ્યતા કરતાં શ્રી સંઘની યોગ્યતા વિશેષ છે, વ્યક્તિના ટકાવ કરતાં શ્રી સંઘને ટકાવ લાંબે છે, વ્યક્તિના પાવિત્ર્ય કરતાં શ્રી સંઘનું પાવિત્ર્ય વધારે છે. “જ્યાં પંચ ત્યાં પરમેશ્વર” એ કહેવત નિરાધાર નથી.
ગુણહીન સમુદાયને હાડકાંને માળો કહ્યો છે તે સાપેક્ષ છે, શ્રીસંઘને પોતાનું સંઘત્વ ટકાવી રાખવા માટે એક પ્રેરણારૂપ છે. પણ એ વાક્યનું અવલંબન લઈ પ્રત્યેક અજ્ઞાની, અલપઝાની કે મિથ્યાજ્ઞાની તેમ ન બોલી શકે. તે બોલવાનો અધિકાર ભવભી, અંવિઝ, ગીતાર્થ, પ્રવચનવત્સલ અને કણસમુદ્ર એવા જવાબદાર અધિકારી પુરુષોને છે. તેથી શ્રી સંઘને પ્રેરણું મળે છે. અનધિકારી વ્યક્તિઓ તે વાકયના પ્રચાર દ્વારા શ્રી સંઘની અશાતના કરે તે આનંત પાપ ઉપાર્જન કરીને અધોગતિ પામે. આ. ૨૪