________________
૧૮૦
આત્મ-ઉત્થાનનો પાયો અથવા ખૂબ જ ઓછો (સંભવ) રહે છે. તે સંબંધમાં માત્ર એટલું જ વિચારવાનું રહે છે કે. એકલી માર્ગનુસારિતા ઉપર જ વધારે પડતું વજન આપવા જતાં એ માર્ગાનુસારીપણાના જ ગુણે જેમ કે,
'प्रत्यहं धर्मश्रवणम्', अविरोधेन त्रिवर्गसाधनम् , 'अनभिनिविष्टत्वम् ,' वृत्तस्थज्ञानવૃદ્ધાનુણારિત્યન, સીરિત્વ, “વિશેષાત્વિક શાંત્યિક, ઈત્યાદિ ઘણા ગુણે ઘવાય છે.
તેમાં છેલે “કૃતજ્ઞતા ” ગુણ ઘણું મહત્વનું છે. જે સંજાર-અપેક્ષાએ માતાપિતાદિ ગુરુજન માટે જેટલે લાગુ પડે છે, તેટલે જ ધર્મ અપેક્ષાએ દેવ, ગુરુ, સંઘ ઈત્યાદિ પ્રત્યે પણ લાગુ પડે છે. અને એ બધા ગુણેના ગર્ભમાં આપણને સન્માર્ગ પ્રત્યે દઢીકરણપણું ટકાવી રાખવા માટે ઘણી સામગ્રી ગોઠવાયેલી છે, તેથી માર્ગનુસારિતાની વ્યાખ્યા પણ કેવળ “ન્યાયસંપન્નવિભાજિ” જેટલી સંકુચિત ન જ રહેવી જોઈએ. અને એ રીતે તે ગુણની સાધના અપૂર્વ ગ્યતાને પેદા કરનારી થાય એમાં જરા પણ શંકા નથી. આરાધનામાં પ્રમાદ અહંકાર કેમ?
કેટલાક મુમુક્ષુઓની એવી પણ ફરિયાદ હોય છે કે, સામાયિક, પ્રતિક્રમણ, તપ વગેરેમાં હાલ તે મુજબને ભાવ આવતું નથી કે અનુભવાત નથી. પણ તેનાથી ઊલટું અભિમાન, દંભ, અવિધિ, આશાતના વગેરે ને પ્રાદુર્ભાવ સ્વાભાવિક લાગે છે.”
આ ફરિયાદને ખુલાસે એ છે કે શ્રી વીતરાગ ભગવંતોએ સમ્યગદર્શન આદિ ગુણસ્થાનકોની ઉત્પત્તિ કેવળ નિસર્ગથી કહી નથી. પણ નિસર્ગ અને અધિગમ ઉભયથી કહી છે.
અનેક વખતનો અધિગમ એ નિસર્ગરૂપે પરિણમે છે. ક્રિયાઓ એ અભ્યાસ સ્વરૂપ છે અને અભ્યાસનું જ બીજું નામ અધિગમ છે.
કેવળ ઉપદેશ-શ્રવણ, તત્ત્વચિંતન કે પુસ્તકવાંચનથી “અધિગમ” થાય અને સત્ક્રિયાઓનું સેવન નિષ્ફળ જાય, એમ કહ્યું નથી. ઊલટું એમ કહ્યું છે કે, તે તે ગુણસ્થાનકને ઉચિત તે તે ક્રિયાઓ અપ્રાપ્ત ગુણને પ્રાપ્ત કરાવે છે, પ્રાપ્તને સ્થિર કરે છે અને વધારે છે. અવશ્ય કરણીય ક્રિયાઓ
વળી, “સામાયિક, પ્રતિક્રમણ, દાન, શીલ, તપ, પૂજન આદિ ક્રિયાઓ ઉપર આટલે અરુચિભાવ શા માટે ?' એમ જીવને ખરા અંતરથી પૂછીએ તે જવાબ મળ્યા વિના રહે નહિ કે, “કેવળ પ્રમાદ સિવાય બીજું કઈ કારણ છે જ નહિ. કારણ કે તે બધી ક્રિયા નિવદ્ય (નિષ્પા૫) છે તેમ જ કેઈને પણ પીડાકારક નથી કારણ કે