________________
૧૭૮
આત્મ-ઉત્થાનના પાયે
મૂંઝવતા પ્રશ્નો અને તેનું નિરાકરણ
કેટલાકને એ પ્રશ્ન મૂંઝવે છે કે, “નિયમ લઈને તેને ભંગ કરવાને બદલે, નિયમ લીધા સિવાય જ વ્રતનું પાલન કરવામાં શે વધેતે કેટલાકને એ પ્રશ્ન સતાવે છે કે “દ્રવ્ય પૂજા કરતાં ભાવ પૂજા શું પેટી?' વગેરે વગેરે.
આ મૂંઝવણના નિરાકરણને ઉપાય સાવ સહેલો છે. એ જે વિચારધારામાંથી ઉત્પન્ન થયેલી છે, તે વિચારધારા મૂળમાંથી જ બેટી છે, એ નિશ્ચય થવાની અત્યંત જરૂર છે.
છસ્થ અવસ્થામાં આવી સ્થિતિ અનેક વાર આવી જવા સંભવ છે, આવવી સહજ છે.
તેની સામે બચાવ કરનાર કેઈ પણ સમર્થ વસ્તુ હોય તે બે છે. એક આપણે વિનીતભાવ' અને બીજી, આપણી તત્ત્વ સમજવા માટેની “સાચી ધગશ”. આગ્રહરહિતતા
સાચી ધગશ હોય તે જ કઈ એક પક્ષમાં અટકી ન જવાય અને વિનીતભાવ હોય તે જ અતીન્દ્રિય વિષયમાં બહુશ્રુતેને શરણે રહેવાય. કઈ પણ વિષયમાં અંતિમ નિર્ણય પર આવતા પહેલાં તેની ચારે બાજુથી પુખ્ત વિચારણા ચાલુ રહેવી જોઈએ. અને જ્યાં સુધી આપ્તપુરુષનું સમર્થન ન મળે ત્યાં સુધી, “મતિની અલ્પતા અને શાસોની ગહનતા”ને વિચાર કદી પણ છેડી ન દેવો જોઈએ. અને તે તેથી જ બને કે જેઓની તવજિજ્ઞાસા ભવ્યત્વના પરિપાકથી જન્મેલી હેય તથા જન્મજાત કુલીનતાને વરેલા હોય તેવા છો તવ માટે જે કાંઈ મંથન કરે, તેમાં ભૂલભરેલા નિર્ણયે પણ અનેક વાર થાય, છતાં આગ્રહરહિતતા રહેવાથી, પ્રજ્ઞાપક મળતાંની સાથે જ, તેઓ અસફ નિને ફેરવતાં વાર કરતાં નથી. એ સદ્દગુણને શાસ્ત્રોમાં પ્રજ્ઞાપનીયપણું” કહ્યું છે. ગુરુવચને પન્નવણિજજ તે, આરાધક હે, હવે સરલ સ્વભાવ.”
અથવા “અનુચિત તેહ ન આચરે, વાળે વળે જિમ હેમ.” એ શબ્દોમાં જ્ઞાનીઓએ એ સદગુણને વખાણ્યો છે.
ચિંતનપ્રધાન કેટલાક મુમુક્ષુ ગૃહસ્થને ભાવપૂજામાં મન વિશેષ આત્માભિમુખ થતું લાગે છે, એ ઘણું જ ઉત્તમ ચિહ્ન હોવા છતાં, તે જ ચિંતનના બળે, “રોગીને ઓષધની જેમ” દ્રવ્યોગને અર્થાત્ આરંભ, પરિગ્રહ, મેહ-મમત્વ અને વિષયાદિકની અંદર રહેલા-ખૂંપેલા ગૃહસ્થ વર્ગને, તે રોગનું નિવારણ કરવા માટે દ્રવ્યપૂજા પણ કેટલી સમર્થ અને ઉપયોગી છે, તે સમજવાની યોગ્યસામગ્રી મળે, સમજાયા સિવાય રહેતું નથી.