________________
ધર્મના સાધકને મા ન
૧૮૧
તે તે સમયે સમયના તેથી વધારે સારા ઉપયાગ કરાવે તેવાં ખીજા કાર્યો આપણી સામે છે નહિ. ધનવ્યય કરવા પડે છે એમ પણ નથી અને જે અલ્પ ધનવ્યય કરવા પડે છે, તે પણ યથાસ્થાને છે. શક્તિના પણ દુર્વ્યય થતા નથી, ઊલટા શારીશ્તિ, વાચિક કે માનસિક શક્તિના સ`ચય થાય છે. સમત્વભાવની વૃદ્ધિ થાય છે, એ જ શક્તિના સ`ચય છે.
ક્રિયાનાં સૂત્રા પણ જ્ઞાનગભીર છે, મહાપુરુષાએ રચેલાં છે, પરમ મંત્ર સ્વરૂપ છે. અંતરાત્માને પરમાત્મભાવની સાથે વાર વાર મિલન કરાવી આપનારાં છે. વિવિધપ્રકારની મુદ્રા શ્રી તીથંકર-ગણધરાદિ મહાપુરુષા પ્રત્યે વિનય-બહુમાનાદિની સૂચક છે. આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાના વિકાસને અનુલક્ષીને જ આવશ્યકાદિ ક્રિયાઓની રચના થયેલી છે. તેમાં કાઈ પણ જગ્યાએ દ'ભ, અભિમાન કે સ્વાર્થનું પાષણ છે નહિ.
પરલેાક-પ્રધાન સત્પુરુષાએ પારલૌકિક કલ્યાણની સિદ્ધિ માટે એ મંગળકારી ક્રિયાઓ વિહિત કરેલી છે, અને સમગ્ર શ્રી સંઘમાં એવી આતપ્રાત કરી દીધી છે કે, એ ક્રિયાના બળે સમગ્ર શ્રી સઘની એકવાકયતા એકસરખી જળવાઈ રહે છે.
તત્ત્વજ્ઞાન એ ક્રિયાઓના પાયા છે. સમત્વ એના પ્રાણ છે. સમાધિ, સદ્ગતિ અને એધિ એનુ લક્ષ્ય છે. ગુણવાન પુરુષાનું બહુમાન, પાપની જુગુપ્સા, આત્માનું અવલેાકન, સ'સારથી પરાઙમુખતા ઈત્યાદિ સદ્દગુણૈાનું સાક્ષાત્ આચરણ એની સુવાસ છે.
એ ક્રિયાના બળે જ શ્રી સદ્ઘ જીવતા દેખાય છે અને એના બળે જ પાંચમા આરાના અંત સુધી એનુ આયુષ્ય ટકાવી રાખવાના છે.
ઉપકારક ક્રિયાઓ
જીવનમાં પ્રત્યક્ષ આચરણ વિનાનું કેરું તત્ત્વજ્ઞાન કદી દીર્ઘજીવી અની શક્યું નથી. તપ, જપ, દાન આદિ પ્રવૃત્તિઓના એકસરખા પ્રવાહ વહી રહ્યો છે, તેની પાછળ ક્રિયાઆના જ માટેા ફાળા છે. સ મહાપુરુષોએ જીવનમાં સ્વય' અપનાવીને એને ટેકા આપ્યા છે. પોતાનાથી અધિક ક્રિયાનુ· આચરણ કરનારને પ્રશંસ્યા છે. એની અંદર થઇ રહેલી અવિધિ, આશાતનાને પોષી નથી, દૂર કરવા પૂરતી તકેદારી રાખી છે. તેમ છતાં મનુષ્ય સ્વભાવની નખળાઈને વશ, થતી અવિધિના અનુબંધને વિધિ પ્રત્યેની ભક્તિ વડે વિચ્છેદ કરી શકાય છે, એમ કહીને આશ્વાસન આપ્યું છે. · અવિધિથી કરવા કરતાં ન કરવું,' એને ઉત્સૂત્ર-ભાષણ કહ્યું છે. ‘કરવું તે વિધિયુક્ત જ કરવું, ' એ મનેવૃત્તિને અભિમાનજનિત ગણાવી છે.
કોઇ પણ ક્રિયા અભ્યાસથી જ શુદ્ધ થઈ શકે છે, તેથી અભ્યાસદશાની અવિધિને આગળ કરીને, અભ્યાસને છેાડી દેવાનું કહેવુ', એ પ્રમાદને પેાષનારું તથા મૂળ વસ્તુનું મૂલ્ય ઘટાડનારું છે, એમ શાસ્ત્રકાર મહર્ષિઓએ ભારપૂર્વક ફરમાવ્યું છે.