________________
૧૬૦
આત્મ-ઉત્થાનને પાયે ધર્મનું વ્યક્ત સ્વરુપ “અપૂર્ણ છે માટે ધતિંગ છે' એવી દલીલ બાલીશ છે. ધર્મ એટલે કેવળ વિધિ નથી અને વિધિ માત્ર હાનિકારક છે, એમ પણ માની લેવાની જરૂર નથી.
માનવીના હાથે ભૌતિકશાસ્ત્રની શેઘળને દુરુપયોગ થઈ રહ્યો છે, તેથી સ્થલ જગતનું તેણે મેળવેલું જ્ઞાન અસત્ય ઠરતું નથી, તેમ કેઈપણ સિદ્ધાંતને અનુયાયી અપૂર્ણ હોય, તેથી તે સિદ્ધાંત છેટે ઠરતે નથી.
સત્ય કઈ પણ વ્યક્ત સ્વરુપમાં સંપૂર્ણપણે પ્રગટ થઈ શકે નહિ, કારણ કે તે (સત્ય) અનંત છે.
આપણે કેવા ? ઊંચી વસ્તુ ઊંચા પાત્રમાં જાય, તે મોટે લાભ થાય. આવી ઊંચી મહામૂલ્યવાન વસ્તુઓમાં શ્રી અરિહંત પરમાત્માએ પ્રકાશે ધર્મ મુખ્ય છે.
સિંહણનું દૂધ માટીનાં વાસણમાં નથી સંઘતું, સંઘરતાની સાથે તે વાસણને ફેડી નાખે છે, તેમ અધમ વિચારો અને વર્તનના કાદવમાં આળોટતાં જેને શ્રી અરિહંતન ધર્મ સાંભળવા તેમ જ ઝીલવાની જરા પણ રુચિ નથી હોતી.
જે દુનિયાની કઈ ચીજ મેળવવા માટે પ્રથમ તેને અધિકારી બનવું પડતું હોય, તે અણમેલ એવા ધર્મને પામવા માટે અધિકારી બનવું પડે તે સ્વાભાવિક છે.
આ અધિકાર, અધમ તરફની અરુચિવાળા બનવાથી પ્રાપ્ત થાય છે. અધર્મ એટલે આત્મસ્વભાવની વિરુદ્ધ વિચાર, વાણી અને વર્તન.
આવું વલણ-વાણી અને વર્તન સતત ખટકયા કરે, તે માનવું કે હવે ધર્મરુચિ ઉઘડી રહી છે.
ધર્મચિ ઉઘડે એટલે આત્માના ગુણનું જતન કરવામાં સાચો આનંદ આવે. તેવા ગુણે જેનામાં છે, તે આત્મા સ્વતુલ્ય વહાલું લાગે.
ધર્મ જેને રુચે છે, તેને ઘસારો ખમવામાં લહેર આવે, પણ અન્યને ઘસારો પહોંચાડવામાં લહેર ન આવે.
હું ધર્મી છું.” એમ બેલવું સહેલું છે, પણ એ મુજબ ચાલવું ઘણું કઠિન છે.
માણસ મંદિરે જાય, એટલા માત્રથી ધમ ! એવી એકાંત વ્યાખ્યા બાંધતાં પહેલાં સાત વાર ચકાસણી કરવાની જરુર છે. આવી ચકાસણી, સાધકે ખાસ કરીને પોતાની જાતની જ કરવાની છે. અન્યની ચકાસણી કરવાનો અધિકાર, દેવ-ગુરુને છે. એ ચકાસણીપૂર્વક ધર્મ માર્ગે આગળ વધવું જોઈએ.
1