________________
૧૭૪
આત્મ-ઉત્થાનનો પાયો
“જય વિચાર sys” આ મંત્રમય પ્રાર્થના સૂત્રને અર્થ એ છે કે હે અરિહંત પરમાત્મા ! હે જગતના ગુરુ ! તમારો જય થાઓ, તેને ભાવાર્થ એ છે કે વિશ્વમાં શાંતિ પ્રસારનાર ભાવનાને અને શાંતિ વર્ષાવનાર શ્રી અરિહંત ભગવાનને વિજય થાઓ. આ મહામંત્રનું જેઓ રટણ કરશે તેઓ ચિત્તની સમાધિ પામશે, સમાધિનું સુખ મેળવશે, શાશ્વત શાંતિને અનુભવ કરશે. -
ભાવ-માહાસ્ય જૈન સાધુ જગતની દષ્ટિએ મહાન સુખી છે, કારણ કે વીસે કલાક તેઓ શ્રીજિનાજ્ઞાના પાલનમાં પસાર કરે છે. શ્રી જિનાજ્ઞાપાલન એ જ સાચી પ્રભુભક્તિ છે.
પ્રભુઆજ્ઞાના પાલક સાધુને જોઈને જગત રાજી થાય છે, અનેકને પ્રભુભક્તિના કેડ જાગે છે.
દેવ અને ગુરુ આપણા આત્માને ચાહે છે, આપણા આત્માનું હિત ઈરછે છે. છતાંય આપણી પાસે કેઈ અપેક્ષા રાખતા નથી. એમના નિર્વ્યાજ સ્નેહના કારણે જ એમના તરફ આપણને ભક્તિ જાગે છે.
ભક્તિગ એટલે ભાવ આપ. ભાવ આપવું એટલે હદય સોંપવું, હૃદયના સિંહાસન પર ઈષ્ટને પ્રતિષ્ઠિત કરવા.
જે સામગ્રી મળી છે, એ સામગ્રીને ભક્તિ કરીને સદુપયોગ કર જોઈએ.
રાત્રે ઊંઘતા પહેલાં વિચારવું જોઈએ કે, આજે મારી કઈ વસ્તુ બીજાના ઉપગમાં આવી? દેતાં શિખે, પણ માગે નહિ.
Give me, I lack. (એ માગણ છે.) Use me, I have. (એ દાન છે.) આપવા છતાંય આપવાને ભાવ વધતું જતું હોય, તે જ્ઞાન સફળ છે.
બધાં ધર્મી જી આપણને ભાવ–આત્મ-સ્નેહ આપે જ છે. પૂર્વ પુરુષનું બધું આપણને કામ આવે છે. માટે મળેલી સામગ્રીને પરહિતમાં સાર્થક કરવાની પ્રત્યેક પળને સાધી લો.
મેક્ષમાં આપવાનું જ છે, લેવાનું નથી. અહીં લેવડ–દેવડ બને છે. પણ લેવામાં જ્ઞાન, દેવામાં ભાવ હોવો જોઈએ આ બે મુદ્દા અતિ મહત્વના છે.
ભાવથી પ્રભુભક્તિ કરતાં રહીને જગતના જીવોને ભાવ આપવાને લાયક બનીએ. ભવસ્થિતિને પકવવામાં ભાવદાન એ રામબાણ ઈલાજ છે.