________________
૧૬૮
આત્મ-ઉત્થાનને પાયે મુજબ, પાત્રોમાં પણ ભેદ પાડ્યા; શ્રી તીર્થંકરદેવ એ રત્નપાત્ર. સૌથી વધારે નિકટ શ્રી તીર્થંકરદેવ ગુરુને પણ નમે છે તીર્થકરની સાથે મેળ મેળવી આપનાર છે માટે સુગુરુ હમેશા પરમાત્માની ભક્તિ કરવાને ઉપદેશ આપે અને કહે કે–એ મહાદેવ અને અમે પિઠિયા. એ કમળ તે અમે ભમરા ! આવા સુગુરુના સદુપદેશથી ભીંજાએલા હૃદયવાળા ભવ્યજીવને સ્વસ્તિક કરતી વખતે ચેખામાં મોક્ષ દેખાય. જેમ હજાર–હજારની દશ નોટમાં ગૃહસ્થીને ઘર, સ્ત્રી, ફરનીચર વગેરે દેખાય છે, તેમ ભવ્યજીવને ચેખામાં મક્ષ દેખાય છે. ચોખા આત્માને શુદ્ધ કરવાની ભાવનાપૂર્વક ચોખ્ખા એવા પરમાત્માની ભક્તિમાં વપરાય છે. જેમ ચોખામાં મેક્ષ દેખાય છે, તેમ ભક્ત જીવને પ્રતિમામાં પ્રભુજી દેખાય છે. સુવર્ણપાત્ર
એક સ્ત્રી માતા બની, પુત્ર માટે તેણે બે ઝબલાં શીવડાવ્યા. એક ઝબલું ઉંદર ખેંચી ગયો. આ બાજુ બાબે બે દહાડાના તાવમાં મરણ પામ્યા. તેને બાળી આવ્યા. મહિને શેક પળાય. મહિના પછી એ જ ઝબલું કબાટ સાફ કરતા મળી આવ્યું. બાઈ ત્યાં રડી પડે છે ! શા માટે રડી પડે છે ! તે કહે કે ઝબલામાં પોતાને બાબા દેખાય માટે. તેમ પ્રભુ પ્રત્યે આંતરિક પ્રીતિવાળા આત્માને પ્રતિમામાં પ્રભુ દેખાય છે. પરમાત્માની ભક્તિ પછી સાધુની ભક્તિ કરવાની, કેમકે તે સુવર્ણપાત્ર છે.
દાનધર્મ તે મહા આશીર્વાદરૂપ છે, મુનિ પણ દાનધર્મ ન પાળે તે પેટભરે કહેવાય. ગોચરમાં સારી વસ્તુ આવી હોય, તે વડીલ સાધુ, તપસ્વી, બાળ કે જેને તેની જરૂર હોય, તે મુનિરાજને આપ્યા પછી વાપરવાની શાસ્ત્રજ્ઞા છે. ત્યાં પણ “મારે જ જોઈએ” એ ભાવ આવે, તે સાધુપણું હારી જાય એટલે સુવર્ણ પાત્રની પણ કિંમત ઓછી નથી !
સુવર્ણ પાત્રરૂપ સાધુ તમને પૈસા નથી આપતા, બંગલો નથી આપતા, કન્યા પણ નથી આપતા, પરંતુ તેઓ સારી બુદ્ધિ આપે છે, એમને એ ઉપકાર જે તે નથી. એ સદ્દબુદ્ધિના પ્રતાપે તમે અનાચારી નથી બનતા. ભયંકર ચેર, ડાકુ કે બદમાસ નથી બનતા. અનીતિ આચરતા અચકાવ છો, અને જીવહત્યા આદિ પાપથી પાછા ફરે છે.
મતલબ કે સાધુ નિર્દયને દયાળુ બનાવે છે, ચારને શાહુકાર બનાવે છે, અનીતિમાનને નીતિમાન બનાવે છે અને તે પણ બળજબરીથી નહિ પણ આચાર પાલનથી એના વિચારમાં પલટે લાવીને. માટે એ મહાઉપકારી છે. રજતપાત્ર
જ્યારે શ્રાવક એ રજત પાત્ર છે. શ્રાવક જૈનકુળમાં આવ્યું, એને વીતરાગ પરમાત્મા મળ્યા, માટે એ મહાપુણ્યશાળી છે. એને પ્રભાવના મુઠ્ઠી ભરીને આપો, પછી જુઓ