________________
૧૬૬
આત્મ. ઉત્થાનને પાયે પૂર્ણધર્મ
ધર્મ વસ્તુસ્વભાવરુપ છે,
હવભાવ એટલે અભાવને અભાવ. તેથી પૂર્ણ શાતિ પ્રાપ્ત થાય છે. આત્મ સ્વભાવમાં અભાવને અભાવ હોવાથી પૂર્ણતા છે. જ્યાં પૂર્ણતાને અનુભવ થાય છે, ત્યાં કોઈપણ વસ્તુને મેળવવા માટેની આકાંક્ષા કે અભિલાષા હોતી નથી. અભિલાષા જન્ય આકૂળતાને અભાવ એ જ પરમ શાન્તિ છે.
એથી જ કહેવાય છે કે, ધર્મનું ફળ પૂર્ણ શાતિ અને સમતા છે.
સમતા મૈત્રીરૂપ છે. જીવતા સર્વજીવમાં જીવવા સમાન હવાથી જીવવની એક્તા રૂપ ભાવના સમતા ભાવને લાવે છે, તે સમતાભાવ મધુર પરિણામરૂપ છે અને વાત્સલ્ય સ્વરૂપ છે. તે જેનામાં હોય તેની સાથે મિત્રભાવ, સખ્યભાવ સધાય છે. અને તેની પરાકાષ્ઠાએ પહોંચેલા પુરુષ પ્રત્યે દાસ્યભાવ જાગે છે.
આ રીતે સમતાભાવમાં મધુરભાવ, વાત્સલ્યભાવ, સખ્યભાવ અને દાસ્યભાવ એ ચારે ભાવે એકત્ર થયેલા છે.
પ્રથમ દાસ્ય પછી સખ્ય તે પછી વાત્સલ્ય અને અંતે માધુર્ય એ ચાર ભાવ મળી ધર્મ પૂર્ણ દશાને પામે છે.
ચાર પ્રકારના ધર્મ સમવસરણમાં બિરાજમાન થઈને શ્રી તીર્થંકર પરમાત્મા ચાર-મુખે દેશના દે છે, તેને ઘટાવતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી વિતરાગ તેત્રમાં ફરમાવે છે કે, “ચાર પ્રકારના ધર્મ પ્રકાશવા માટે જ જાણે પ્રભુજી ચાર મુખ કરે છે.
એકી સાથે ચાર ધર્મ કહેવા હોય તે ચાર મુખ કરવાં જ પડે. દેવતાઓ ચાર મુખ કરે છે તે ખરું. પણ તેમાં પ્રભાવ તે દેવાધિદેવના પુણ્યને જ હોય છે.
અજોડ એવા સમવસરણને ૨૦ હજાર પગથિયા હોય છે. એમાં રજત, સુવર્ણ અને મણિના ત્રણ ગઢ હોય છે. બારે પ્રકારની પર્ષદાની તેમાં હાજરી હોય છે. અતિશયવાળી પ્રભુદેશના સાંભળવાની હોય પછી એ આનંદમાં પૂછવાનું જ શું હોય?
પ્રભુની દેશના સાંભળવા સામાન્ય રીતે અભવ્ય પણ આવે ને ભવ્ય પણ આવે, લઘુકર્મી પણ આવે ને ગુરુકમ પણ આવે એ વખતે શ્રી તીર્થંકર પરમાત્મા દાન શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ પ્રકાશે છે. શાસ્ત્ર કહે છે કે આમાં એકે ધર્મ