________________
સુવિશુદ્ધ ધર્મ
૧૬૫ દાનધર્મના સેવનમાં, શીલધર્મના સેવનમાં કે તપધર્મના સેવનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં અંશે રહેલાં છે. ભાવધર્મ સ્વયં જ્ઞાન-દર્શનરૂપ છે.
ધર્મની ક્રિયા માત્ર શુભાસ્સવ, સંવર અને નિરાશ કરાવે છે. તેથી તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન રહેલું છે.
જ્યાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું સેવન છે, ત્યાં તેના મૂળમાં શ્રી અરિહંત પરમેષિ, ફળમાં સિદ્ધ પરમેષ્ટિ, ફૂલમાં આચાર્ય પરમેષ્ટિ, પત્રમાં ઉપાધ્યાય પરમેષ્ટિ અને સ્કંધશાખા-પ્રશાખામાં સાધુ પરમેષ્ટિ રહેલાં છે.
આચાર્ય આચારને શીખવે છે, ઉપાધ્યાય વિનયને શીખવે છે અને સાધુ સહાયપણું શીખવે છે; આ ત્રણે મળીને જ ધર્મ બને છે. તેથી તે ધર્મનું સ્વરૂપ છે.
ધર્મની ઉત્પત્તિમાં શ્રી અરિહંત પરમાત્માની વાણી –એ અનન્ય હેતુભૂત (કારણભૂત ) છે.
ધર્મનું ફળ અવ્યાબાધ સુખ છે.
એ રીતે ધર્મના હેતુ, સ્વરૂપ, અને ફળ સમજીને જે ધર્મક્રિયા કરવામાં આવે છે, તે સાનુબંધ શુભ અનુષ્ઠાનનું કારણ બનીને પરંપરાએ મોક્ષ સુખ આપનાર થાય છે. માસુખ સ્વાભેપલબ્ધિરૂપ છે. પુત્વ કાજે
ધર્મનું લક્ષણ પરિણામ વિશુદ્ધિ છે, અધ્યવસાયની નિર્મળતા છે. તે તે જ સધાય જે પૂર્ણતાની ભાવના થાય.
આત્મા નિજ ગુણથી પૂર્ણ છે એ ભાવના નિર્લોભતાને જગાડે છે અને નિર્લોભતામાંથી જ ક્રોધ, માન, માયારહિત સ્થિતિ પ્રગટે છે.
નિલભતા પૂર્ણતાની ભાવનાનું ફળ છે. પૂર્ણતાની ભાવના માટે પૂર્ણ સ્વરૂપ પામેલા શ્રી અરિહંતાદિના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવની વિચારણા, ધારણા, ધ્યાનાદ્ધિ આવશ્યક છે. તેનું નામ પિંડસ્થાદિ ચેયનું સ્થાન છે. આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાન તેની જ પુષ્ટિ માટે છે.
આજ્ઞાવિચયમાં શરણાગતિ, અપાયવિચયમાં દુષ્કતગહ સુકૃતાનમેદના અને સંસ્થાનવિચયમાં તેના ફળસ્વરૂપ દુર્ગતિ નિરોધ, સદ્દગતિ લાભ અને પરમગતિની પરંપરાએ પ્રાપ્તિ છે.
પિંડસ્થાદિમાં ફળની પ્રાપ્તિ કરનાર પૂર્ણ પુરુષનું ધ્યાન છે અને આજ્ઞાવિચયાદિમાં પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિને ઉપાય છે.