________________
૧૭૧
મેક્ષ માર્ગને મહિમા
મોક્ષ માર્ગને મહિમા મેક્ષનો માર્ગ રત્નત્રય સ્વરૂપ છે તેમાં જિનભક્તિ અને જીવમૈત્રી એ સમ્યક્દર્શન સ્વરૂપ છે. પુદગલ વિરક્તિ એ સમ્યાન સ્વરૂપ છે. આત્માનુભૂતિ એ સમ્યફચારિત્ર સ્વરૂપ છે.
મેક્ષ એટલે મોહને ક્ષય. મેહ એટલે પરવસ્તુમાં મુંઝાવું પરવસ્તુના આકર્ષણને વશ થવું તે મેહ છે. પરવતુના બંધનથી છૂટવાની ક્રિયા તે મેક્ષમાર્ગ છે.
દાન વડે ધનને મેહ છૂટે છે. શીલ વડે વિષયને મોહ છૂટે છે. ત૫ વડે શરીરને મેહ છૂટે છે. ભાવ વડે મનને મેહ છૂટે છે.
જ્ઞાન વડે સ્વ-પરને વિવેક થાય છે. દર્શન વડે સ્વની રૂચિ જાગે છે. ચારિત્ર વડે સ્વમાં સ્થિરતા આવે છે. તપ વડે તે માટે જરૂરી પરાક્રમ ફેરવાય છે.
વીતરાગ પાસે વૈરાગ્ય મંગાય. નિર્ગસ્થ પાસે ત્યાગ મંગાય. તે સિવાયની માગણી તે મતિમાહ છે.
માનવભવમાં સાર ત્રિવર્ગ છે. ત્રિવર્ગમાં પણ સાર ધર્મ છે. ધર્મમાં પણ સાર જિનકથિત ધર્મ છે. તેમાં પણ સાર પંચ પરમેષ્ટિ છે. પંચ પરમેષ્ટિમાં સાર અરિહંત દેવ છે.
ભાવધર્મ ધમના ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવ. ભાવ વિનાના દાનાદિ ત્રણ નિષ્ફળ જાણવા.
ભાવ એ મનનો વિષય છે. આલંબન વિના મન ચંચળ રહે છે. મનને વશ કરવાનાં આલંબન અસંખ્ય છે, તેમાં નવપદ મુખ્ય છે. ભાવધર્મની પ્રાપ્તિ માટે નવપદનું આલંબન ધ્યાન મુખ્ય છે. ધ્યાન વડે સમાપત્તિ થાય છે અને સમાપત્તિ વડે ભાવધર્મની પ્રાપ્તિ થાય છે.
સમાપત્તિ-એ યાતા, દયેય અને દયાનની એકતા રૂપ છે. ધ્યાતા અંતરાત્મા છે, કચેય પરમાત્મા છે અને ધ્યાન એકાગ્રતા છે.
દાનાદિના સેવન વડે મલિન-ચિત્ત નિર્મળ બને છે. નિર્મળ અંતઃકરણમાં દયેયની પ્રતિષ્ઠાયા એ સ્થાન છે. દયેયરૂપ નવ પદેમાં નિર્મળ અંત:કરણથી એકાગ્રતા અને સ્થિરતા થતા તલ્લીનતા આવે છે.