________________
१७०
આત્મ-ઉત્થાનને પાયે
સોનું, રૂપું, હીરા, માણેક કે જે સ્વઅંગભૂત નથી, તેનું દાન કરવામાં જેઓ પાછા પડે છે, તેઓ સ્વઅંગભૂત ઈન્દ્રિયને શીલવંત આત્માને હવાલે કરવામાં શી રીતે સફળ બની શકે? તાત્પર્ય એ છે કે દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મની આરાધનાનો મૂલાધાર દાન છે.
લઈએ બધેથી, બધા પાસેથી, અને છતાં આપીએ નહિ કેઈને, તે કેવળ દેવાદાર જ બનીએ ને? આ દેવું ન ચૂકવીએ ત્યાં સુધી ઉદ્ધાર શી રીતે થાય? પરમાત્માનું ત્રણ
ઋણમુક્તિ કહે કે કર્મમુક્તિ-એ બંને એક જ અર્થમાં વોતક છે.
ઉપકારી ભગવંતેના અસીમ ઉપકારોનું ઋણ ચૂકવવાની યોગ્યતા, સામાન્ય ઉપકારીના ઉપકારનું ઋણ ફેડવાની વૃત્તિ અને પ્રવૃત્તિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
કદાચ ઋણ ન ચૂકવી શકાય તે ભલે, પણ માથે ઋણ છે—એ હકીક્ત ભૂલી તે ન જ શકાય. “દેવું તેને દાસ” એ કહેવતનાં મૂળ ખૂબ ઊંડા છે.
લેણદાર ઉપકારી આ કહેવતને ભલે ભૂલી જાય, પણ દેણદારે તે ન જ ભૂલવી જોઈએ.
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા આપણા સર્વેસર્વા છે. એ સત્યને ઝીલવાનું સત્વ, આપણા જીવનમાં ન પ્રગટતું હોય તે તેનું પણ કારણ આપણે તુરછ અહંકાર છે, દેવાદાર હોવાની હકીક્તને ઈન્કિાર છે.
શ્રી અરિહંત પરમાત્મા પરાર્થ વ્યસની છે, કૃતજ્ઞતા ગુણના સ્વામી છે. તે તેઓશ્રીને ભજનારા આપણે કેવા છીએ? શું આ પ્રશ્ન ભૂલી જવા જેવો છે?
શ્રી જિનાજ્ઞાની આરાધનામાં આરાધ્ય જે આત્મા છે, તેની મુક્તિ આ બે ગુણેના પૂર્ણ પાલનમાં સમાયેલી હોવા છતાં, તેના પાલનમાં પ્રમાદ સેવીશું. તે આજ્ઞાની વિરાધનાની સજાના ભાગીદાર બનીશું.
અનેકાન્ત, અહિંસા અને અપરિગ્રહમાં ઓઢાર્ય અને દાન નથી તે બીજું શું છે?
પરને સ્નેહ આપવામાં કંજુસાઈ કરનારા, અનવસ્ત્રાદિ આપતી વખતે સ્નેહભાવ કેટલો વ્યક્ત કરી શકે તે સવાલ છે.
દાન સિવાયનો દિવસ કેઈને ન મળશે ! દાનને ઈન્કાર કરીને નાદાન બનવાની દુબુદ્ધિ કેઈમાં ન જાગશે !
આખે શ્રી નવકાર દાનને મહાસાગર છે. તેને સમર્પિત થવાથી દાનબુદ્ધિ ખીલે જ છે અને દાનનું વ્યસન પણ લાગુ પડે છે. તે નિર્વિવાદ હકીકત છે.