________________
૧૬૩
સુવિશુદ્ધ ધર્મ ધમપુરુષાર્થની સિદ્ધિ
ધર્મપુરુષાર્થની સિદ્ધિ માટે પ્રગટ પિતાની શક્તિથી કાંઈક અધિક શક્તિ ફેરવવી જરૂરી માનવામાં આવી છે.
હોય તે શક્તિથી પણ ન્યૂન શક્તિ ખર્ચવામાં તે શાએ કહ્યું છે કે, “તે આત્મા ચારિત્રધર્મને પ્રતિપક્ષી બને છે.
જેમ રાગ-દ્વેષ એ ચારિત્ર પ્રતિપક્ષી છે, તેમ શક્તિને ગોપવવી એ પણ ચારિત્ર પ્રતિપક્ષી ક્રિયા છે.
આ રીતે શકિતને ગોપવનારનો નંબર, ધર્મપુરુષાર્થના આરાધકેમાં આવી શકતું નથી. આપણે ધર્મ
આપણે ધર્મ કરીએ છીએ, તે આપણી ઈચ્છાને પૂરી કરવા માટે નહિ, પણ પ્રભુની ભાવનાને પૂરી કરવા માટે કરે જોઈએ. પ્રભુની જગતના સર્વજીને તારવાની ભાવના છે. તેને પૂરી કરવા માટે આપણે ધર્મ કરવાનો છે.
પ્રભુની એ ભાવના–ઈચ્છા એટલે ત્રિજગપતિ શ્રી અરિહંત પરમાત્માની-સવિ જીવ કરું શાસનરસી” સ્વરુપ ઉત્કૃષ્ટ ભાવદયા !
આ ભાવદયાને દેવાધિદેવનો ઉત્કૃષ્ટ સંકલ્પ પણ કહે છે. આપણા વ્યક્તિગત સર્વ સંકલ્પ, આ સંક૯પમાં ઓગળી જવાં જોઈએ.
ઉત્કૃષ્ટ આ સંકલ્પને હાનિ પહોંચે એ કેઈપણ વિચાર કે શબ્દ એ શ્રી જિનાજ્ઞાની વિરાધના છે, તેનાથી સ્વ-નું હિત ઘવાય છે. જે પાપ છે. એટલે પાપથી મુક્ત થઈને ધર્મ–પરિણતિવાન બનવા માટે પ્રભુજીની આજ્ઞાનું વિવિધ પાલન કરવું તે આપણે ધર્મ છે. ધમબુદ્ધિ
ક્ષાત્રવટ હોય ત્યાં જ ધર્મ છે. જ્યાં વણિકબુદ્ધિ હોય ત્યાં ધર્મ જ નથી, એમ એક અપેક્ષાએ કહી શકાય. અમુક કામ કરવાથી અમુક ફળ મળશે, એ વણિકબુદ્ધિ છે. બીજાને માટે જે કાંઈ હેય તે ક્ષાત્રવટ છે.
સર્વકાળના સર્વ શ્રી તીર્થકર ભગવંતે ક્ષત્રિય હોય છે. નખશિખ ક્ષાત્રવટવંતા હોય છે. પરકાજે જાતને દમનારા હોય છે.
જાત એટલે પર્યાય. પર એટલે જીવજાતિ.