________________
આનંદને વિષય
૧૬૧
આનંદનો વિષય
દુઃખ ઓછાં-વધુને પ્રશ્ન ગૌણ છે, પણ મનને એ લાગવા ન લાગવાની બાબત મહત્ત્વની છે. જ્યારે કેઈ પ્રબળ આનંદનો અનુભવ થાય છે, ત્યારે બીજા દુઃખને અનુભવ ઓછો થઈ જાય છે. તાત્પર્ય કે સુખ-દુઃખને મુખ્ય આધાર મન છે. અનુકૂળ પરિસ્થિતિમાં પણ મન દુઃખની લાગણીવાળું હોઈ શકે છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સુખની લાગણી અનુભવી શકાય છે.
બાહ્ય પરિસ્થિતિ કરતાં પણ મનની પરિસ્થિતિ મહત્તવની છે. જે મળ્યું છે, તે ઘાશું અધિક છે, એવી સમજણના આધારે સંતેષનો અનુભવ કરે હોય, તે ઘન કરતાં ધર્મની કિંમત છે, એમ મન પર ઠસાવવું આવશ્યક છે.
મનુષ્ય જન્મની કિમત ધર્મ સામગ્રીના આધારે છે,-એ વાત સમજવી બુદ્ધિશાળીને મન સરળ છે.
ધર્મ પામ્યાનો આનંદ, બીજી વસ્તુના અભાવને વિસારી દે છે અને સ્વર્ગના ઈદ્રથી પણ અધિક આનંદને અનુભવ કરાવી શકે છે.
બાર માસના દીક્ષા પર્યાયમાં અનુત્તર વિમાનવાસી દેવના સુખથી અધિક સુખને અનુભવ માનવજન્મમાં નિરુપાધિકતાના કારણે સંયમી સાધુ અનુભવી શકે છે, એવું શાસ્ત્રવચન એ વિષયમાં પ્રમાણ છે.
જે પૂર્ણાનંદમય છે, તેમાં જ દષ્ટિ પરેવાય છે એટલે બાહ્ય વસ્તુના અભાવનો ખટકે કે દુઃખ મનને સ્પર્શતું નથી.
આવી દષ્ટિ તે ધર્મ પામ્યાની નિશાની છે. જે પામવા માટે જ માનવજન્મ છે. અન્ય જન્મમાં જે શક્ય નથી. માટે ધન વડે નહિ, પણ પમાએલા ધમ વડે જીવનની સાર્થકતા સમજવામાં ડહાપણ છે. શ્રી જિન ધમ
સંસારી જીવ ગ-ઉપાંગયુક્ત છે. એગ એ ક્રિયારૂપ હોવાથી આશ્રવ છે. ઉપયોગ એ જ્ઞાન વ્યાપારરૂપ હેવાથી સંવર છે. પરિણામ એ લયરૂપ હોવાથી બંધ હેતુ છે.
શુદ્ધોપગ-એ ધર્મ અને મોક્ષનો ઉપાય છે.
ચેતના જેટલા અંશે નિજભાવની અંદર લીન તેટલા અંશે જિનભાવની નજીક છે. જિનધર્મને અર્થ નિજ ધર્મ અર્થાત્ સ્વભાવમાં રહેવું તે ધર્મ, પરભાવમાં રહેવું તે અધર્મ. બાહ્ય વિધિ નિષેધમાં ધર્મને ઉપચાર છે, સત્યધર્મ તે નિજ જિન પરિણતિ છે. આ૨૧