________________
ચાર પ્રકારના ધર્મ
૧૬૭
એક બીજાથી ઉતરતે કે ચઢીયાતે નહિ, પણ બધાએ પોતપોતાના સ્થાનમાં યથાર્થ
મૂયવાળા હોય છે.
T કોઈ એકલે તપ કરે અને શીલ ન પાળે, તે ખાળે ડૂચા અને દરવાજા ખૂલ્લા જેવું થાય. એટલે તપની સાથે શીલ પણ જોઈએ અને એ પણ ભાવ વગરનું હોય તે ન ચાલે, માટે ભાવની પણ એટલી જ જરૂર છે. હવે માને કે શીલ, તપ, અને ભાવ-એ ત્રણે છે, પણ દાન નથી તે શું થાય ?
જો દાન ન હોય તે માણસ નિય નિષ્ફર થઈ જાય, પછી એના જીવનમાં શીલધર્મ, તપધર્મ કે ભાવધર્મ વાસ્તવિકરૂપે ટકી શકે જ નહિ. કેમકે દાનમાં છેડવાની વસ્તુ દૂરની છે. જ્યારે શીલમાં એથી નજીકની છે. તપમાં એથીયે નજીકની છે અને ભાવમાં તો એથીયે નજીકની છે.
દાનમાં મુખ્યતવા લામીની મૂછ છોડવાની છે. શીલમાં શરીર અને એશઆરામની મૂરછ છોડવાની છે. તપમાં ઈન્દ્રિયના વિષયેની મૂછ છેડવાની છે ભાવમાં મનની મૂછ છોડવાની છે. મનનું દાન
જેને મન લામીની મૂછ છૂટી નથી, તે ચાર ગતિને છેદ શી રીતે કરવાને; એ પાંચમી ગતિ શી રીતે મેળવવાનો ? કેમકે લક્ષમી તે બહુ દૂરની વસ્તુ છે. જે એ ઘરની વસ્તુની મૂછ પણ ન છૂટે, તે નજીકમાં રહેલા શરીરની શી રીતે છૂટવાની ? લહમી અને શરીર એ બંને ઉપર એકી સાથે આક્રમણ થાય તે માણસ લકમીને જતી કરીને પણ શરીરને બચાવી લે છે, તેનું કારણ એ છે કે તેને મન લક્ષમી કરતાં શરીર વધુ કિંમતી છે.
આ સંદર્ભમાં દાન એ ધર્મનું આદિ પદ છે. દાનના ઉરછેદમાં તે શાસનને ઉચ્છેદ થઈ જાય અને એ જ રીતે શીલ, તપ અને ભાવ પિતપોતાના સ્થાનમાં પૂરતા મૂલ્યવાળા છે. આ ચાર પૈકી કઈ એક પણ ધર્મ એાછા મહત્વને નથી.
મુનિને દાન દેવું બંધ કરે, તે કઈ ૧૫ દહાડે કે છ મહિને પણ સ્વર્ગવાસી થઈ જાય અથવા રજોહરણ મૂકીને ઘરે જાય. પરિણામે સાધુ સંઘને ઉછેદ થાય, પછી શ્રાવક-શ્રાવિકા પણ ક્યાં સુધી ટકવાના? માટે દાન ધર્મથી સાધુ–સાવીએ, તેમના આધારે શ્રાવક-શ્રાવિકા, એના આધારે ચતુર્વિધ શ્રી સંઘ અને શ્રી સંઘના આધારે શાસન ટકે છે. પાત્રભેદે દાન-રત્નપાત્ર
આ દાનના શાએ ભેદ પાડ્યા છે અને તે ભેદ મુજબ પાત્રમાં પણ ભેદ પડ્યા છે. જેમાં અનુકંપાદાન, અભયદાન, સુપાત્રદાન આદિ આવી જાય છે. આ ત્રણ ભેદ