________________
૧૫૮
આત્મ-ઉત્થાનને પાયો
તેઓને આરોગ્ય સાંપડતું નથી. અહીં આત્મિક દ્રષ્ટિએ તાત્પર્ય એ છે કે સવા વીતરાગ પરમાત્મા એ સાચા વૈદ્ય છે. પ્રાણીઓના કર્મ તે રેગ છે, આગમશાસ્ત્ર આત્માના વિવિધ રોગોને બતાવનારૂં શાસ્ત્ર છે. પંચાચારનું પાલન અને વિવિધ ધર્મક્રિયા એ કર્મ રોગોને મટાડનારૂં ઔષધ છે. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાનું પાલન એ પશ્ય પાલન છે અને મોક્ષ પ્રાપ્તિ એ આરોગ્ય છે.
આત્માને ભાવ આરોગ્ય સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે ધર્મક્રિયા અને આજ્ઞા
પાલન આવશ્યક છે.
ઘર્મને ધર્મ જિનેશ્વર ચરણ રહ્યા પછી કેઈ ન બધે હે કર્મ જિનેશ્વર.”
માર્મિક આ સ્તવન પંક્તિને મર્મ એ છે, કે-ધર્મ એટલે પૂર્ણ આત્મસ્વરુપ, તે રૂપ શ્રી જિનેશ્વરના ચરણ એટલે સ્મરણને-યથાર્થ સમજણને ગ્રહણ કર્યા પછી કઈ જીવ કર્મ બાંધતે નથી. સંવર અને નિજભાવમાં રમણ કરે છે. તે માટે પર હું કર્તા નથી અને પર માત્ર અનિત્ય છે, એ સમજણને સુનિશ્ચિત કરવી પડે છે. ધર્મક્રિયા તે પછી સ્વક્રિયા બને છે.
કોઈ પણ ક્રિયા કરી શકાતી નથી પણ કરાવાય છે. જ્યારે ધર્મ કરાય છે કરવાને નથી. તેમાં આટલે તફાવત છે. ધર્મક્રિયા ધર્મ કરવાનું સાધન છે. પણ ધર્મ નથી, પાપડિયા પાપ કરવાનું સાધન છે પણ પાપ નથી. ધર્મ પાપક્રિયામાં પણ નિજ કરે છે, જ્યારે પાપી ધર્મક્રિયામાં પણ બંધ કરે છે.
ઘર્મીનું ચિત્ત ક્રિયાને શોધતું નથી, પણ ધર્મનાથના ચરણને શોધે છે. ક્રિયા કર્મના ઉદયથી થાય છે, ધર્મ સુમતિ વડે થાય છે અને સુમતિ, અહં અને મનના ત્યાગથી સધાય છે.
અહં કરેમિ એવા અહંભાવને ત્યાગ ભવિતવ્યતાના વિચારથી અને સમબુદ્ધિની પ્રાપ્તિ અને મમવભાવને ત્યાગ અનિત્યતાની ભાવનાથી સધાય છે. અહ-મમથી મુક્ત થયેલું મન ધર્મનાથ-સિદ્ધભગવંતના ચરણમાં રમે છે. સિદ્ધોને અનુગ્રહ
સિદ્ધભગવંતે કાલેક પ્રકાશક જ્ઞાનવાળા હેવાથી લકસ્વરુપ જેવી આકૃતિવાળા હોય છે. દરાજ લેકની ચારે બાજુ અલેક છે. અલેકમાં પણ સિદ્ધ ભગવંતને જ્ઞાન