________________
૧૫૭
ધર્મનું મૂળ
જ્ઞાનાચારના આઠ પ્રકાર છે, દર્શનાચારના આઠ પ્રકાર છે, ચારિત્રાચારના આઠ પ્રકાર છે, તપાચારના બાર પ્રકાર છે.
એ રીતે પ્રથમ ચાર આચારના કુલ ૩૬ પ્રકાર છે. અને એ છત્રીસ પ્રકારમાં જીવનું મનવચન-કાયાનું છતું બળ અને વીર્ય, શારીરિક અને વાચિક બળ તથા માનસિક અને આત્મિક વીર્ય વાપરવાનું હોય છે. તેથી ૩૬૪૩=૧૦૮ પ્રકારના આચારનું પાલન જેનશામાં ફરમાવેલું છે. છત્રીસને જે ત્રણે ગુણ્યા તે મન-વચન-કાયાના ત્રિવિધ બળ સમજવાનાં છે.
એ પાંચ આચારે અને તેના ૩૬ તથા ૧૦૮ પ્રકારે અને તેને ફરમાવતી ગાથાઓ શ્રી આવશ્યક સૂત્રકાર શ્રુત-કેવળી ભગવાન શ્રી સુધર્માસ્વામી અને આવશ્યક નિર્યુક્તિકાર શ્રુતકેવળી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી જેટલી પ્રાચીન છે. અતિચારની ગાથા
જૈન ધર્મમાં થોડે પણ રસ ધરાવનાર બાળથી વૃદ્ધ પર્વત તમામને અતિચારની આઠ ગાથાઓ” ના નામથી એ ગાથાઓ આજે પણ પ્રસિદ્ધ છે. અને પ્રત્યેક રાત્રિક (રાઈ) દેવસિક દેવસી) પાક્ષિક (પફબી) ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં તે ગાથાઓ અતિચારની શુદ્ધિ માટે આજે પણ તેટલા જ ભાવપૂર્વક યાદ કરાય છે. અને તે ગાથાઓના વિવરણરૂપે જ પાક્ષિકાદિના દિવસે સભામાં બેલવા કે મનમાં સંભારવા માટે નાના કે મેટા “અતિચાર સૂત્રો ” ભાષામાં પણ સાધુ તથા શ્રાવકે માટે ગુંથવામાં આવેલાં છે અને તેને તે તે દિવસે અને સમયે ચેકસ વિધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
જૈન સાધુઓ તથા ગૃહસ્થના સમસ્ત આચારનું ઘડતર એ ગાથાઓ, એમાં કહેલા આચારે અને એ આચારની પાછળ રહેલા આત્માને મૂળ ગુણના પ્રકટીકરણના ઉદ્દેશને અવલંબી રહેલું છે.
એ આચારનું વર્ણન અને એનું વિભાગીકરણ એવી ખૂબીથી થયેલું છે કે તેને જે વિધિપૂર્વક જીવનમાં વણી લેવાય છે તે આત્માના અનાદિ મહાદિષે નાશ પામે છે અને જ્ઞાનાદિગુણે અવશ્ય વૃદ્ધિ પામે છે.. પરમાત્મા એ વૈવ
અનુભવી વૈદ્ય રોગોને અંગે નિદાન કરી જે ઔષધ બતાવે છે, તે ઔષધને જેઓ વિધિપૂર્વક ગ્રહણ કરે છે અને વૈદ્યના કહેવા પ્રમાણે જેઓ વર્તન કરે છે, તેઓ જરૂર નિરોગી થાય છે. પરંતુ અનુભવી વૈધે બતાવેલા ઓષધોને જેઓ વિધિપૂર્વક ઉપયોગ કરતા નથી, અર્થાત્ આચરણમાં મૂકતા નથી, પથ્યનું પાલન કરતા નથી