________________
૧૫ર
આત્મ-ઉત્થાનનો પાયો
ન્યાયમાં ધર્મ વિયેની આસક્તિ દૂર કરવી હોય, તે કઈ ઊંચી જાતની વસ્તુમાં આસક્તિ કેળવે, તેની જ ઉપાસના કરે. પ્રભુની આજ્ઞા એ જ આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, અને સર્વને ઉપકારક છે, તેથી તેના ઉપર પ્રેમ કરે, આસક્તિ કેળવો. અહીં આસક્તિનો અર્થ સર્વાધિક સુદઢ સ્નેહ કર.
સવથી અધિક અને અત્યંત દઢ સ્નેહ પ્રભુની આજ્ઞા ઉપર જાગે, તે તેનું ભવભ્રમણ ટળી જાય. આજ્ઞાને ટુંકામાં ટુંકે અર્થ કર હોય તે તે ન્યાયયુક્ત વર્તન છે.
સર્વ જીવ પ્રત્યે, જીવની સર્વ અવસ્થાએ પ્રત્યે ન્યાયયુક્ત પ્રવર્તન એટલે અહિંસા, સંયમ અને તપ અથવા સામ, સમ અને સમ્મ અર્થાત્ સર્વ જીવને આત્મ તુલ્ય માનવા તે ન્યાય છે, તે સામ પરિણામ છે. સર્વ અવસ્થાએ કર્મકૃત હોવાથી તેને પ્રત્યે તટસ્થ ભાવ રાખ તે ન્યાય છે, તે સમપરિણામ છે. | સર્વ ન, અપેક્ષાઓ, દષ્ટિબિંદુઓ પ્રત્યે તુલ્ય આદર રાખવે તે ન્યાય છે. દરેક અપેક્ષાઓમાં આંશિક સત્ય રહેલું છે, તેને સ્વીકાર કરશે તે અનેકાન્ત ન્યાય છે, તે સમ્મ પરિણામ છે.
માર્ગોનુસારિથી માંડીને ચિદમાં ગુણસ્થાનક પર્યત સર્વમાં ન્યાય બુદ્ધિથી પ્રવર્તન તે મોક્ષમાર્ગ છે. તે જ પ્રભુની આજ્ઞા છે. મોક્ષમાગ સ્વરુપ
મેક્ષમાગ એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વરુપ છે. દર્શન જ્ઞાન, ચારિત્ર, સામ, સમ અને સમ્મ સ્વરુપ છે. સામ, સમ અને સન્મ એ ન્યાય બુદ્ધિપ છે, તેથી ધર્મરુપ છે. પ્રભુની આજ્ઞારુપ છે. તેના ફળરુપે અહિંસા, સંયમ અને તપનું આચરણ થાય ત્યારે જ જીવને મુક્તિ મળે છે.
પરમ સામ્ય, મહા ન્યાય જેનામાં છે, તે શ્રી અરિહંત છે. એટલે શ્રી અરિહંતની ઉપાસનામાં મહાત્યાયની ઉપાસના છે. લૌકિક ન્યાયનું સૌદર્ય, લકત્તર ન્યાય સમજીને તેને આચરવાની શક્તિ પ્રદાન કરે છે.
ન્યાય એ જ વિશ્વમાં માનનીય છે, વંદનીય છે, સત્કાર અને સન્માનને પાત્ર છે. ન્યાયની શક્તિ, રાજ્યની શક્તિથી પણ ઉપર છે. પ્રજા ઉપર શાસન રાજ્યનું છે, રાજ્ય ઉપર શાસન ન્યાયનું છે.
અહિંસાદિ અને ક્ષાત્યાદિ ધર્મોમાં ન્યાયનું અનુસરણ છે. ન્યાય એ જ માર્ગ છે અને માર્ગ રત્નત્રય સ્વરુપ છે.