________________
ધર્મનો પ્રભાવ
૧૫૧
એ ભાવના પ્રભાવ વડે જ વિશ્વમાં સર્વ કાંઈ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. આ હકીકત શાસ્ત્રમાં વારંવાર ઉપદેશવામાં આવી છે.
દશ પ્રકારનો ચારિત્રધર્મ ત્યાં જ હોય છે અને ટકે છે કે જ્યાં સર્વ સરવવિષયક હિતચિતરૂપ વિશુદ્ધ આત્મપરિણામ હયાતી ધરાવતા હોય અથવા તે પરિણામ પ્રાપ્ત કરવાની અભિલાષા ચિત્તમાં વર્તતી હોય. સર્વ સવિષયક હિતચિંતાના સાચા અમૃત પરિણામમાં દશ પ્રકારના ચારિત્રધર્મ અર્થાત્ સાધુધર્મ અને સાધુધર્મ પ્રાપ્ત કરવાની અભિલાષારૂપ “શ્રાવકધમ અંતર્ગત રહેલો છે, એમ માનવું જોઈએ. ભાવધ
સકળ સવિષયક હિતચિતાને પરિણામ એ જ ભાવધર્મ છે. અને એ ધર્મમાં જ વિશ્વના તમામ પદાર્થોને નિયમમાં રાખવાની તાકાત છે.
એ ભાવધર્મને ટકાવવા માટે, પેદા કરવા માટે કે વધારવા માટે જેટલા જેટલા માગે છે તે બધા પણ કારણમાં કાર્યના ઉપચારથી ધર્મ છે.
ભાવધર્મના કારણરૂપ ઘમ એ દ્રવ્યધર્મ છે.
એક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના ભાવપાલનરૂપ છે અને બીજે તેમની આજ્ઞાના દ્રવ્યપાલનરૂપ છે.
ભાવ અને દ્રવ્ય ઉભય પ્રકારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન અને તે પાલન ઉપરનું બહુમાન, એને અનુક્રમે “બધિ” અને તેનું “બીજ' કહેવાય છે. “એવી બાધિ અને એનું બીજ પ્રાપ્ત કરી, જગતના આત્માએ ત્રણેય કાળમાં સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ,” એ ભાવના નિરંતર કર્તવ્ય છે. એથી ભવવિરાગ અને મોક્ષાભિલાષ દઢ થવા સાથે શ્રી જિનેશ્વરદેવના શાસનને સારો પ્રભાવ જગતમાં વિસ્તાર પામે છે.
સુખના કારણનું કારણ ધર્મ છે. કારણના કારણને જોવા માટે સૂમ દષ્ટિ અને તાવની ખરી જિજ્ઞાસા હોવી જોઈએ. તવ જિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી શકે છે. શારા એ સર્વજ્ઞના વચન સ્વરૂપ છે. ધર્મને પ્રત્યક્ષ કરવામાં સહાયક બીજી ચક્ષુ એ કેવળજ્ઞાનરૂપી ચહ્યું છે. કેવળચક્ષુ અને શ્રુતચક્ષુ વડે કારણના કારણને જાણી શકાય છે, દેખી શકાય છે.