________________
ધર્મના પ્રભાવ
આસ્રવ એ સંસારના હેતુ છે અને સંવર એ મેાક્ષના હેતુ છે તેમ વિચારવું, તે અપાયવિચય અને વિપાકવિચય ધમ ધ્યાન છે.
૧૪૯
આજ્ઞાની આરાધના એ મેાક્ષના હેતુ છે અને વિરાધના સ`સારના હેતુ છે, એ ચિંતન વિપાકવિચય ધર્મ ધ્યાન છે. વચનની વિચારણામાં શ્રુતધર્મ અને ચારિત્રધમ અને સમાઈ જાય છે.
ચારિત્રધમ આસ્રવની હેયતા અને સ`વરની ઉપાદેયતા સ્વરુપ છે અને શ્રુતધમ એ વસ્તુ માત્ર ઉત્પાદ વ્યય પ્રૌન્ય સ્વરુપ છે એ પ્રકારના ચિંતન સ્વરુપ છે. ચાદ રાજલેાક ૫'ચાસ્તિકાયથી ભરેલા છે એ જાતિનુ ચિંતન, તે સસ્થાનવિચય ધમ ધ્યાન છે.
વક્તાની વિચારણા અને ધ્યાન તે પિંડસ્થાદિ ધ્યાનના પ્રકારે છે અને વચનની વિચારણા અને ધ્યાન તે આજ્ઞાવિચયાદ્વિ ધર્મ ધ્યાન છે. ઉભય પ્રકારના ધ્યાન એ સાધન સ્વરુપ છે. તેનુ મૂળ મૈત્યાદિ અને ફળ ક્ષાન્ત્યાદિ છે. એ રીતે વિચારણા કરવામાં
આરાધનાના બધાં અગા આવી જાય છે.
'
ધર્મના પ્રભાવ
દશ પ્રકારના ચારિત્રધર્માંના પ્રભાવથી સૂર્ય-ચંદ્ર વિશ્વ ઉપર ઉપકાર કરવા નિયમસર ઊગે છે, વરસાદ નિયમસર વરસે છે, સમુદ્ર મર્યાદા છેડતા નથી. સિંહ, વાઘ, વાવાઝોડાં, દાવાનળ સ`હાર કરતા નથી; પૃથ્વી આધાર વિના ટકી રહે છે. એ વગેરે સર્વાં નિયમિતપણે વિશ્વમાં વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે તે સ ધર્માંના પ્રભાવ છે. શાકાર મહર્ષિએ ધર્મભાવના નામની બારમી ભાવનામાં ધર્મના પ્રભાવ એ રીતે વર્ણવે છે. ‘ ધર્મ ચળ ’ એ પદની ટીકા કરતાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા, લલિતવિસ્તરા નામના ગ્રન્થરત્નમાં કમાવે છે કે—
• सामायिकादिगतविशुद्ध क्रियाऽभिव्यंग्य सकलसत्त्वहिताशयामृतलक्षणस्वपरिणाम સાધુધર્મઃ ।'
एव
સામાયિકની વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થતા સકલ પ્રાણીએના હિતના આશયરૂપ અમૃતલક્ષણુ સ્વપરિણામ એ જ સાધુધમ છે.
આને સર્વ વિરતિ ચારિત્રધમ કહે છે.
ધર્મ એટલે જ ચારિત્રધમ છે.