________________
૧૪૮
આત્મ–ઉત્થાનના પાયા
ચિંતન દ્વારા પણ હૃદયમાં સ્વની સાથે ‘ સવ ' ને વસાવવાની આત્મિક ઉદારતાના પ્રાગટ્યના પ્રારંભ થાય છે.
ધમના સમગ્ર માર્ગ જ હૃદયની વિશાળતા સાધવાનો રાજમાર્ગ છે. નિમ ળતા અને વિશાળતા, એ બંને એક જ વસ્તુનાં માત્ર બે નામેા જ છે.
આત્મ સાધનાની નાની મેાટી દરેક પ્રક્રિયાના કેન્દ્રમાં, ચિત્તની શુદ્ધિને જ મૂકવામાં આવી છે.
હૃદયમાં વૈરભાવ કે રાગભાવ ભર્યો હોય, ત્યાં વિશ્વમૈત્રીની પ્રતિજ્ઞાનું પાલન અશકય છે.
અહિંસા, કરુણા કે પ્રેમની સાધનાની અનિવાયૅ શરત ઉદારતાપૂર્વક બીજાની ભૂલાની માફી આપવી અને નમ્રતાપૂર્વક પાતાની ભૂલાની માફી માગવી તે છે. આવા ઉદાર અને નમ્ર જીવનમાં જ પરમાત્મભાવ પ્રગટે છે. અને પરમાત્મભાવની પ્રાપ્તિ એ જ વિશ્વમૈત્રીની છેલ્લી મ`જિલ છે. એટલા માટે હ્રામેનિ સજ્જ નીવે...' પ્રભુ આજ્ઞાને આ નાદ સદાય ગાજતા રહ્યો છે.
આ નાઈમાં સર્વ પ્રકારના અહંકારને નિર્નાદ બનાવવાની-નિષ્પ્રાણ બનાવવાની અપાર શક્તિ છે. આ રાજમાર્ગ પર ચાલવાની શકિત અને સુબુદ્ધિ સહુને મળી જાય તેા કેવું સારું?
આરાધનાના
અંગે
મૈગ્યાદિભાવથી ચુક્ત સાધકને ક્ષાત્યાદિ ધર્મારૂપી સાધ્યની સિદ્ધિ માટે સાધન, વચનની આરાધના છે. વચનની આરાધના વચનના કહેનાર વક્તાની આરાધના ઉપર આધાર રાખે છે. વક્તા વીતરાગ પુરુષા છે. વીતરાગ એટલે આત્મામાં જ આત્માની વૃત્તિને અનુભવનાર પૂર્ણ પુરુષ.
પૂર્ણ પુરુષની આરાધના તેમના નામાદિની આરાધનાની અપેક્ષા રાખે છે, તે પિંડસ્થાદિ ધ્યાન સ્વરુપ છે. તે પણ વચનની આરાધના રૂપે જ કરવાનું હોય છે. વચનની આરાધનાનું એક પાસું, જેમ વચનને કહેનારની આરાધના છે, તેમ બીજું પાસું વચનને જીવનમાં ઊતારવાનુ છે,
વચન એટલે આજ્ઞા. તેનું ચિંતન તે આજ્ઞાવિચય. તે ચિંતન આશ્રવની હેયતા અને સ'વરની ઉપાદેયતા બતાવે છે. અપાયકારક આશ્રવ છે. તેથી તેની હેયતાનું ચિંતન અને તેનાથી વિરુદ્ધ સવરની ઉપાદેયતાનું ચિંતન તે અનુક્રમે અપાયવિચય અને વિપાકવિચય ધર્મ ધ્યાન છે.