________________
ધર્મ સાધનાનો રાજમાર્ગ
૧૪૭.
ઘર્મ સાધનાને રાજમાર્ગ જ્ઞાન ફક્ત વિચાર કરી શકે છે, પણ પ્રેમ તે વસ્તુને મેળવે છે. ખ્યાતિ, પ્રતિષ્ઠા અને સંપત્તિ એકબીજાને જુદા પાડે છે, પ્રેમ જોડવાનું કામ કરે છે. એ કારણે જ્ઞાતિઓ ધન-સંપત્તિ આદિ માગતા નથી, પણ વિશ્વપ્રેમને પરમ મંત્ર માગે છે.
સેવ કરતાં ય ઊંચા આસને બિરાજમાન થવાની અદ્દભુત શક્તિ માનવીને જ મળેલી છે. આ અદ્દભુત શક્તિ એટલે વિશ્વભરના નાના-મોટા દેહધારી સમસ્ત જીવસમૂહ સાથે પોતાના જીવનમાં તાદાભ્ય, એકરૂપતા અને મંત્રીભાવનાને સાક્ષાત્કાર કરે, તે છે.
મૈત્રી ભાવનાની સાધના હદયમાંથી સંકુચિતતાનો મેલ દૂર કરવાથી થઈ શકે છે.
કષાયે, લેશે, કર્મો, કામનાઓ, વાસનાઓ, તૃષ્ણાઓ રૂપી મળને લીધે નિર્મળ અરીસાની જેમ પોતાના હૃદયમાં સમસ્ત વિશ્વનું પ્રતિબિંબ ઝીલવાની આત્માની શક્તિ આવરાઈ જાય છે. અને હદય ઉત્તરોત્તર વધુને વધુ સંકુચિત બનતું જાય છે.
મન એ અણુથી પણ અણુ અને મહતુથી પણ મહત બનવાની લાયકાત ધરાવે છે. જ્યારે તે અણુથી પણ અણુ બને છે, ત્યારે તે એવું નાનું બની જાય છે કે એમાં કેઈનો સમાવેશ જ ન થાય, અન્ય કેઈને પ્રવેશ જ ન મળે. ત્યારે હરાયા ઢોરની જેમ એ સોને પરાયા ગણ, પિતાની પાસેથી દૂર હડસેલી મૂકે. દુનિયામાં પોતાનું કહી શકાય એવું જાણે કઈ છે જ નહિ, એમ વતે અને એ જ મન જ્યારે સંકુચિતતાને મત છેડી, વિશાળ થવા લાગે છે, ત્યારે એની વિશાળતાની પણ કઈ સીમા રહેતી નથી. સમગ્ર વિશ્વને સમાવેશ થવા છતાં તેમાં જગ્યા ખાલી રહે છે.
આખું વિશ્વ એને મન પિતામય, મિત્રરૂપ બની જાય છે. વિશ્વના સર્વ જીવ સાથે પ્રેમભાવ સિવાય-સમભાવ સિવાય, બીજે કઈ ભાવ તેના હૃદયમાં રહેતું નથી.
માટે હૃદયની સંકુચિતતા તરફ અરુચિ જાગવી જોઈએ. એની અકલ્યાણકારિતાનું ભાન થવું જોઈએ. તથા હૃદયની વિશાળતાને મહિમાં પણ સમજાવે જોઈએ.
આટલું કરવાથી હૃદયને વિરાટ અને વિશાળ થવાની પ્રક્રિયા લાધી ગઈ સમજે. સવને સમાવવા રૂપ વિશાળતા
જો હું એક મારા સિવાય, મારી જાત સિવાય, કોઈને પણ મારા હૃદયમાં સ્થાન ન આપું, તે કોઈના પણ હૃદયમાં સ્થાન પામવાની ચેગ્યતા આપોઆપ ગુમાવી બેસે અને તેને પરિણામે આજીવન કેદની સજા પામેલા એકલવાયા કેદી કરતાં વધુ કરુણાજનક હાલતમાં આપોઆપ મૂકાઈ જાઉં. આ અને આ મતલબના યથાર્થ વિચાર અને