________________
૧૪૧
આજ્ઞાપાલન એ જ ધર્મ પરમાત્માની આજ્ઞા 'अणुमात्रमपि तन्नास्ति भुवनेऽपि चराचरे, तदाज्ञानिरपेक्षं हि यजायेत कदाचन ।'
ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષપણે, ચરાચર ભુવનમાં, અણુમાત્ર કાર્ય કદી પણ થતું નથી.
મrassiદ્ધ વિરા , રિવાય જ મવા ” |
આરાધેલી આજ્ઞા મેક્ષ માટે થાય છે, અને વિરાધેલી આજ્ઞા સંસારને માટે થાય છે.
શ્રી જિનાજ્ઞાની વિરાધના કરનાર જીવને સજારૂપે નરક-નિગદનાં અતિશય આકરાં દુઃખ સહવાં પડે છે. અને શ્રી જિનાજ્ઞાના આરાધક જીવને તે આરાધનાના સફળ રૂપે સદ્ગતિ સાંપડે છે.
શ્રી તીર્થકર દેવ ત્રિભુવનપતિ છે એટલે તેમની આજ્ઞાની વિરાધના કરનારે જીવ સજાપાત્ર ઠરે છે. અને આરાધના કરનારે જીવ મુક્તિપંથમાં આગળ વધતો રહે છે.
ધર્મ-મહાસત્તા નિયમ કહે કે શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા કહે, બંને એક જ છે કારણ કે ધર્મ–મહાસત્તા અને શ્રી તીર્થંકર પરમાત્મા વચ્ચે રાષ્ટ્ર અને રાષ્ટ્રપતિ જેવો અભેદ વર્તતો હોય છે.
મેહરાજા અને તેની સેના જીવને જડમાં લપટાવે છે, આસક્ત બનાવે છે. શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા જીવને જડના રાગમાંથી છોડાવીને શિવપુરીનાં માર્ગે આગળ લઈ જાય છે. અર્થાત મહામહ જેતા શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન કરનાર આત્મા અંતે મોહ જેતા વિજેતા બની જાય છે. આશાની આરાધના !
જગતના બધા જીવને સ્વતુલ્ય માનનારા વીતરાગ, સર્વજ્ઞ શ્રી તીર્થકર પરમાત્માને કેઈ જીવ તરફ રાગ કે દ્વેષ ન હોવા છતાં જે છે તેમની આજ્ઞાની આરાધના કરે છે, તે જ તેમના પક્ષકાર બની જઈને તેમના અનુગ્રહના ભાગી બને છે અને જે જી ત્રિભુવન હિતકર તેમની આજ્ઞાની વિરાધના કરવા દ્વારા મેહના પક્ષકાર બને છે, તે જ તેમના નિગ્રહના ભાગી બને છે.
પ્રશ્ન :-શ્રી તીર્થકર દેવો તે વીતરાગ છે. એ નિગ્રહાનુગ્રહ કેવી રીતે કરે ?
સમાધાન શ્રી તીર્થકર દે પોતે વીતરાગ છે, તે સાચું, પણ એમને ઓયિક ભાવ, તીર્થંકરનામકર્મની પુણ્ય પ્રકૃતિ અને એના વિપાકેદયથી સ્થપાયેલ તીર્થ, ચતુર્વિધ શ્રી સંઘ, દ્વાદશાંગી અને તેને રચનાર શ્રી ગણધર ભગવંતો અને તેને