________________
૧૪૪
આત્મ-ઉત્થાનને પાયો
આશ્રવ...સંવર...! પ્રભુની આજ્ઞા જે બે પદમાં સમાઈ જાય છે, તે બે પદ પૈકી એક છે આશ્રવને છોડવાનું અને બીજું છે સંવરને આદરવાનું. કાશવઃ સર્વથા સાચી સંવત
આશ્રવ ત્યાજ્ય છે અને સંવર ઉપાદેય છે. આથી પ્રભુની આજ્ઞા નિશ્ચલ છે, સુપ્રતિષ્ઠિત છે, જીવલોકને હિતકારિણી છે. પરપીડા એ આશ્રવ છે. પરોપકાર એ સંવર છે; માટે જ પ્રભુની આજ્ઞા સર્વ જીવલેકને સુખ કરનારી છે.
પરોપકાર એ પરપીડાથી થતા આશ્રવને રોકનાર છે, તેથી સંવરરૂપ છે. પરપીડા પરોપકારથી વિપરીત છે માટે આશ્રવ છે.
સર્વ પ્રયત્નથી આશ્રવ છોડવા ગ્ય છે; અને સર્વ પ્રયત્નથી સંવર આદરવા યોગ્ય છે, માટે જ, જેણે આશ્રને તન્યા છે અને જેઓ સર્વ સંવર સ્વરૂપ બન્યા છે, તેઓનું જ શરણ સ્વીકારવા લાયક છે. તેઓનું જ ધ્યાન ધરવા લાયક છે, તેઓનું જ વંદન, પૂજન, અર્ચન કરવા લાયક છે અને તેઓની જ આજ્ઞા શિર ઉપર ધરવા લાયક છે. સમ્યક્ત્વનું સ્વરૂપ
સંસાર હેય છે, કેમકે તે પરપીડા સ્વરૂપ છે. મક્ષ ઉપાય છે કેમકે તે પરોપકાર સ્વરૂપ છે.
સંસાર પરપીડારૂપ છે માટે પાપરૂપ છે. અને પાપનાં જ ફળ સ્વરૂપ છે. મોક્ષ પોપકાર સ્વરૂપ છે માટે પવિત્ર છે અને પવિત્ર એવા ધર્મારાધનના જ પરિણામરૂપ છે.
સંસારમાં “મસ્યગલાગલ' ન્યાય ચાલી રહ્યો છે. તેમાંથી છુટવાની બુદ્ધિ, અને મક્ષ એ જીવોને સુખના આલંબનરૂપ છે, તેથી તેને મેળવવાની બુદ્ધિએ સમ્યબુદ્ધિ છે, એ જ સાચી સમજણ છે. એ સમજણથી વિપરીત સમજણ સંસારમાં ભટકાવનારી છે.
પરોપકારના કારણે મેક્ષ ઉપાદેય છે અને પરપીડાને કારણે સંસાર હેય છે, એવી બુદ્ધિ થવી તે સમ્યગજ્ઞાન છે, એવી શ્રદ્ધા થવી તે સમ્યગ્દર્શન છે અને એવું વર્તન થવું તે સમ્મચારિત્ર છે.
મોક્ષે ગયેલા અને મોક્ષે જવા માટે ઉદ્યત થયેલા જીવોનું શરણ સ્વીકારવું, તેમના ઉપર જ પ્રીતિ-ભક્તિને વિસ્તારવી, અને તેમની આજ્ઞાના પાલનને જ એક કર્તવ્ય માનવું એ સમ્યક્ત્વનું સ્વરૂપ છે.