________________
આજ્ઞાપાલન એ જ ધર્મ
૧૪૩
આજ્ઞાની વિરાધનાને ઊંડે ખટકે જ આજ્ઞાની આરાધનાનો ખરે રંગ લગાડે છે. આજ્ઞાપાલનને આ અધ્યવસાય એ નિર્જરાનું પ્રબળ કારણ છે.
જેમને શ્રી તીર્થકર દેવેની આજ્ઞા પ્રાણપ્યારી લાગે છે, તે આત્માઓ શ્રી તીર્થંકર દેના સહજ વાત્સલ્યના અધિકારી બને છે અને ધર્મ-મહાસત્તા તેમને હેમખેમ શિવપુરીમાં પહોંચાડે છે.
એટલે “કરું છું એ વિચારને મનમાંથી કાઢી નાખીને, હું ક્યારે શ્રી તીર્થકર દેવની આજ્ઞામાં ઓતપ્રોત થઈ જાઉં. એ વિચારને મનમાં રમત કરવો જરૂરી છે.
આજ્ઞા નથી પાળી તેની સજા રૂપે જન્મ-મરણ છે. જન્મ-મરણના ફેરા ટાળવાને એક માત્ર ઉપાય આજ્ઞાનું ત્રિવિધ પાલન છે. જિનેશ્વર ભગવંતેની ભક્તિ
વિનોરં રિ સદુમરચા–શ્રી જિનેશ્વર દેએ કહેલું છે. એમ માની તેમજ સ્વીકારીને કરવાથી દ્રવ્ય પચ્ચક્ખાણ પણ ભાવ–પચ્ચકખાણ બની શકે છે. આમ વર્તનારને ધર્મ મહાસત્તા સર્વ પ્રકારે સહાયક થાય છે. કારણ કે શ્રી જિનાજ્ઞાના સાચા શરણુગતને પડખે રહેવું તે તેને ધર્મ છે.
ટિકિટ લઈને ટ્રેનમાં બેસાય છે. એટલે ઈષ્ટ સ્થાને પહોંચી શકાય છે. મતલબ કે ઈષ્ટ સ્થાને પહોંચવા માટે ટિકિટ ગ્રહણ કરીને ટ્રેનનું શરણું સ્વીકારવાનું રહે છે. બાકીનું બધું કાર્ય રેલવેતંત્ર બનાવે છે, તેમ આજ્ઞા ગ્રહણ કરીને આ પણે ધર્મ મહાસત્તાનું શરણું સ્વીકારી લઈએ તે ઈષ્ટ સ્થાનરૂપ મેક્ષે જરૂર પહોંચી શકીએ, ધર્મ મહાસત્તા આપણને જરૂર મેક્ષે પહોંચાડી દે.
પરંતુ જ્યાં સુધી કર્તુત્વાભિમાન મનમાં કાયમ રહે છે, ત્યાં સુધી આજ્ઞા સાથેનું જોડાણ થતું નથી, એટલે આત્મશુદ્ધિ અટકેલી રહે છે. ઈષ્ટ સ્થાને પહોંચાડનાર ટ્રેન તેમજ રેલવેતંત્રને આભાર માનવાને બદલે “પ્રવાસ કરીને હું ઈષ્ટ સ્થાને પહોંચ્યું ” આ જાતના કર્તવાભિમાન દ્વારા જીવ કૃતજનતાને ભાગી બનીને આત્મશુદ્ધિની સર્વોત્તમ તક ગુમાવે છે.
પ્રભુ આજ્ઞા જ ઉપકારક છે, તારક છે એમ માનીને આજ્ઞાપાલનમાં સદા ઉદ્યમશીલ રહેવું એ જ એક મુખ્ય કર્તવ્ય બને છે.
દેવાધિદેવની આજ્ઞાના પાલનમાં જીવમાત્રની રુચિ પ્રગટે, પ્રીતિ જાગે! અને તે દ્વારા આત્મકલ્યાણ સાધીએ.